માતાજીના મઢે દર્શન કરવા ગયેલા યુવાન ઉપર કૌટુંબિક પરિવારનો હુમલો
ગોંડલના મોટા દડવા ગામની ઘટના : જૂની અદાવતમાં માર માર્યાનો આરોપ
ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે માતાજીના મઢે દર્શન કરવા ગયેલા યુવાન પર જુની અદાવતનો ખાર રાખી કૌટુંબિક પરિવારે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટમાં ખસેડાયો હતો.
આ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલના મોટા દડવા ગામે રહેતા હરજીભાઇ રામભાઇ પરમાર (ઉ.વ. 41) રાત્રીના દશેક વાગ્યાના આસપાસ પોતાના ગામમાં આવેલા માતાજીના મઢે હતો ત્યારે કૌટુંબિક અશોક પારઘી, વિરા અને મિતાબેન સહીતનાએ ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુરપરછમાં હરજીભાઇ પરમાર પોતાના માતાજી મોગલ માં ના મઢે દર્શન કરવા ગયો હતો ત્યારે દિવાળી પર થયેલી બોલાચાલીનો ખાર રાખી કૌટુંબિક પરીવારે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.