દુષ્કર્મના ગુનામાંથી છૂટેલા યુવાનની હત્યા
ચોટીલાનાં પિપરાળી ગામે શુક્રવારના સવારમાં એક યુવાનને આંતરી પાચ જેટલા વ્યક્તિઓએ જુની અદાવતમાં હુમલો કરી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ને હત્યાં નિપવતા નાનકડા એવા ગામમાં સોપો પડી ગયો છે.હત્યાં અંગે મળતી વિગતો મુજબ વિપુલ વિનાભાઇ સાકરીયા સવારે પીપરાળી ગામની શાળા નજીકનાં રસ્તેથી ટ્રેકટર ઉપર પસાર થતા હતા તે દરમ્યાન કેટલાક ઇસમોએ આંતરી બોલાચાલી કરી ઝગડો કરી તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ગંભીર ઇજા પહોચાડી હત્યા નિપજાવતા સવાર સવારમાં જ નાનકડા એવા ગામની અંદર સોપો પડી ગયેલ હતો.
હત્યાં અંગે ચોટીલા પોલીસને જાણ થતા પિપરાળી દોડી ગયેલ હતી અને ગામમાં ચાપતો બંદોબસ્ત ગોઠવી મરણજનારને પી. એમ માટે હોસ્પિટલ ખસેડી ફરિયાદ અંગે તજવીજ હાથ ધરેલ છે.
હત્યાની ઘટના અંગે પ્રાપ્ત થતી હકિકત મુજબ હત્યાનો ભોગ બનનાર આશરે 33 વર્ષિય યુવાન વિપુલ સાકરીયા 2014/15 ના અરસામાં તેના જ ગામનાં ભાવાભાઇ બિજલભાઇ સાકરીયાની સગીર વયની દિકરીને ભગાડી જવા સહિતની પોસ્કો સહિતની કલમો મુજબ ગુનો દાખલ થયેલ જે ગુનામાં મૃતકની ધરપકડ થયેલ અને જેલ હવાલે થયેલ હતો જે ગુનાની આશરે 11 વર્ષ ની સજા કાપીને ત્રણેક માસ પહેલા નવરાત્રીનાં સમયે પિપરાળી ગામે આવી ગઇ ગુજરી ભુલીને પોતાનાં પરિવાર સાથે ખેતિવાડીનાં કામે લાગી ગયેલ
આજે સવારે મૃતક યુવાન આરોપી એવા ભાવાભાઇનાં ઘર નજીકથી પસાર થતા પાંચેક જેટલા વ્યક્તિઓએ આંતરી ઝગડો કરી તલવાર, ધારીયા જેવા તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોચાડવાની ઘટનામાં આરોપી પક્ષના ત્રણ જેટલા વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોંચેલ છે.
જુની અદાવતમાં હત્યાં નિપજાવતા નાનકડા એવા ગામમાં હાહાકાર મચી ગયેલ છે. ચોટીલા પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી આરોપી એવા ઇજાગ્રસ્તોને નજર કેદ કરી અન્ય આરોપીઓને પકડવા માટે ટીમો બનાવી છાપામારી શરૂૂ કરેલ છે.