For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભીમરાવનગરમાં શેરીમાંથી ચાલવા મુદ્દે યુવાન ઉ5ર પિતા-પુત્રનો ધોકા-પાઇપથી હુમલો

05:32 PM Dec 05, 2025 IST | Bhumika
ભીમરાવનગરમાં શેરીમાંથી ચાલવા મુદ્દે યુવાન ઉ5ર પિતા પુત્રનો ધોકા પાઇપથી હુમલો

અયોધ્યા ચોક પાસે અજાણ્યા કારચાલકે સાઈકલને ઉલાળતા નોકરી પર જતા આધેડને ઇજા: વીડિયો વાયરલ

Advertisement

શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં આવેલા ભીમરાવનગરમાં શેરી માથી ચાલવા બાબતે યુવાન સાથે ઝઘડો કરી પિતા-પુત્રોએ ધોકા પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ધવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મુજબ માંડાડુંગર વિસ્તારમાં આવેલા ભીમરાવનગરમાં કિશોર કટેશીયા નામનો 42 વર્ષનો યુવાન રાત્રીના પોતાના ઘર પાસે મોબાઇલમાં વાત કરતો કરતો ચાલીને જઇ રહ્યો હતો. ત્યારે મનસુખ મેર અને તેના બે પુત્રોએ તુ અમારી શેરી માંથી કેમ નીકળે તેમ કહી ધોકા પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ધવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

અન્ય બીજા બનાવમાં ઘંટેશ્ર્વર 25 વારીયા કવાર્ટરમાં રહેતા અશોકભાઇ મોહનભાઇ મકવાણા (ઉ.વ.57) સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં માધાપર ચોકડી પાસે સાયકલ લઇને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી પર જતા હતા ત્યારે નાણાવટી ચોક પાસે અજાણયા કાર ચાલકે સાયકલને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને અકસ્માતમાં ધવાયેલા સાયકલ સવાર આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement