For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘તુ તારી દીકરીને તેડી જા’, કહી જમાઇની સસરાને ફોન પર ધમકી

04:49 PM Aug 10, 2024 IST | Bhumika
‘તુ તારી દીકરીને તેડી જા’  કહી જમાઇની સસરાને ફોન પર ધમકી
Advertisement

શહેરના નરસંગપરામાં જૂની કલેકટર કચેરી પાસે રહેતા વૃદ્ધને તેમના જમાઇ એ ફોન કરી તારી દિકરીને તેડી જા કહી ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

બનાવની વિગતો અનુસાર, જૂની કલેકટર કચેરી પાસે નરસંગપરામાં રહેતા પરશોત્તમભાઇ ઉર્ફે રાજુભાઇ મગનભાઇ ધાવરી (ઉ.વ.62) એ ફરિયાદમાં તેમના જમાઇ મલકેશ રવજી સોલંકીનું નામ આપતા તેમના વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવ અંગે પરસોત્તમભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતુ કે, ગઇ તા.29ના રોજ તેમના જમાઇ મલકેશનો કોલ આવ્યો હતો અને તમારી દિકરીને તેડી જાવ કહેતા ફરિયાદી પરસોત્તમભાઇએ કહ્યું કે તેમ કોર્ટમાં સમાધાન કરી લઇ ગયા છો. અને હવે મારી દિકરીને જવાબદારી તમારી છે. તેમ કહેતા તે ઉશ્કેરાઇ જતો હતો અને ગાળો બોલવા લાગ્યા હતા જેથી અંગે ભય લગતા પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement