‘તું કામ કરતી નથી મારે તને રાખવી નથી’ બે વર્ષ પહેલાં પરણેલી પરિણીતાને પતિ-સાસુનો ત્રાસ
આલાપ ગ્રીનસીટી પાછળ સ્વાસ્તીક હાઈલેન્ડમાં રહેતાં ઈશિતાબેન વરૂૂ (ઉ.વ.26)એ પતિ-ચિરાગ સુધીરભાઈ અને સાસુ શોભનાબેન (રહે. બને રામેશ્વર એપાર્ટમેન્ટ, ગીતાનગર, ભક્તિનગર સર્કલ પાસે) સામે ગાળો દઈ, મારકૂટ કરી ત્રાસ ગુજાર્યાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ઈશિતોને પોલીસને જણાવ્યું કે, તેણે ર0ર3માં ચિરાગ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. તે પતિ સાથે ખાનગી નોકરી કરતા હતા. થોડા સમય બાદ તેણે નોકરી છોડી દીધી હતી.લગ્ન બાદ પતિ અને સાસુ નાની-નાની વાતમાં ઝઘડો કરી નતું કામ કરતી નથીથ કહી બોલાચાલી કરતા હતા. સાસુ પતિને ચઢામણી કરતો ત્રાસ આપતો હતો.
ગઈ તા.13ના તેના પતિ સામે પોલીસ કેસ થયો હોવાથી તેણે પતિને પમારે મારા મમ્મી પપ્પાને ત્યાં જવું છે, તમારી સાથે નથી રહેવુંથ તેમ કહેતા પતિ ગાળો દઈ મારકૂટ કરવા લાગ્યો હતો. અને પમારે તને રાખવી નથીથ કહેતા તે માવતરે જતા રહ્યા હતા. જયાં તે ભાવનગર કાકા અને બાદમાં અમદાવાદ ફઈના ઘરે રોકાયા હતા. જયાં તેના પિતા સાથે કોલમાં વાતચીત થતા તેણે જણાવ્યું કે, ચિરાગ તા.1નાં આપણા ઘરે આવ્યો હતો.તારા વિશે પુછપરછ કરી ગાળો આપી જતો રહ્યો હતો. ત્યાર બાદ ગઈ તા.7નાં તે માતા-પિતા પાસે આવ્યા બાદ ચિરાગને દારૂૂ પીવાની કુટેવ હોય અને સાસરીયા ત્રાસ આપતા હોવાથી યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.