તને કાંઇ બનાવતા આવડતું નથી, તમે ગરીબ છો : નેહરુનગરની પરિણીતાને સાસરિયાનો અસહ્ય ત્રાસ
રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા નહેરુનગરની પરીણીતા જસ્મીબેન ઉર્ફે મહેકબેન અલ્તાફભાઇ આમદાણી નામના રર વર્ષના પરણીતાએ પોતાની ફરીયાદમા પતિ અલ્તાફ યાસીનભાઇ, સાસુ મુમતાઝબેન યાસીનભાઇ, નણંદ સબાનાબેન જાકીરભાઇ, જેઠ અકરમ યાસીનભાઇ, માસા સસરા અબ્દુલભાઇ સતારભાઇ, માસી સાસુ નસીમબેન અબ્દુલભાઇ આમ તમામ વિરૂધ્ધ શારીરીક તેમજ માનસીક ત્રાસ અંગેની પોલીસમા ફરીયાદ નોંધાવી હતી.
જસ્મીનબેને પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ હાલ દુધની ડેરી પાસે એચ જે સ્ટીલ, વિમાના દવાખાનાની સામે મેમણ કોલોનીમા માવતરે રહે છે. તેમના લગ્ન 1 વર્ષ પહેલા રપ જાન્યુઆરી ર0ર4 ના રોજ થયા હતા.
તેમના પતિ અને સાસરીયાઓ નહેરુનગરમા રહે છે. લગ્ન બાદ 3 મહીના પછી પતિ અવાર નવાર માથાકુટ કરતો અને ઝઘડો કરતો હતો તેમજ સાસુ મુમતાઝબેને ઘરકામ બાબતે નાની નાની બાબતોમા ઝઘડાઓ કરતા હતા તેમજ રસોઇ બનાવતી હોય ત્યારે સાસુ કહેતા કે તને કાઇ બનાવતા આવડતુ નથી તેમજ ઘરકામ કરતી હોય ત્યારે સાસુ કહેતા કે તારા માતાએ તને કાઇ સીખવાડયુ નથી અને સબાનાબેન પણ નાની નાની બાબતોમા અપશબ્દો બોલી પતિને ચડામણી કરતા હતા. નણંદ અને સાસુ કહેતા કે તારે બધુ ઘરકામ તારે કરવાનુ છે.
તેમજ સાસુ અવાર નવાર જસ્મીનબેન પર હાથ ઉપાડી લેતા હતા અને જેઠ અકરમભાઇ અવાર નવાર નાની નાની બાબતોમા માથાકુટ કરતા તેમજ પતિને કોઇપણ વાત પુછીએ તો તે તારે પંચાત નહી કરવાની એમ કહી રૂમમાથી બહાર કાઢી મુકતા હતા. તેમજ સાસરીયાઓ તમે ગરીબ છો તેમજ પીયરે મળવા જવા પણ દેતા ન હતા આમ આ લોકોના ત્રાસથી કંટાળી જઇ જસ્મીનબેને મહીલા પોલીસમા ફરીયાદ નોંધાવી હતી. આ મામલે એએસઆઇ આર. એમ. સાવલીયા તપાસ ચલાવી રહયા છે.