તું માવતરેથી કરિયાવરમાં દાગીના કે રોકડ લાવી નથી, પરિણીતાને સસરાએ ઢીકાપાટુનો માર માર્યો
સાસુ-સસરા, જેઠાણી અને તેમના સંતાનો પરિણીતા સાથે ગેરવર્તન કરી અપશબ્દો બોલતા હતા
અમદાવાદના બોડકદેવમાં રહેતા રીંકુબેન હિતેષ કયાળાએ ફરિયાદમાં તેમના સસરા હરકાંતભાઈ,સાસુ,જેઠ સંદિપભાઈના પત્ની પ્રજ્ઞા સંદિપભાઈ કયાળા,તેમની દિકરી મીરા સંદિપ કયાળા અને પ્રાજલ સંદીપભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.રિકુંબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારા લગ્ન હિતેશ હરકાન્તભાઈ કયાળાની સાથે સને-2012 મા થયેલા છે અને મારે સંતાન માં એક દિકરો અને દિકરી છે અને છેલ્લા દસેક વર્ષથી હું મારા બાળકો અને મારા પતિ અમદાવાદમાં રહીએ છીએ અને મારા પતિ ત્યાં કામ ધંધો કરે છે.
અમે રાજકોટથી અમદાવાદ રહેવા જતા રહેલ છીએ અને જયારે પણ અમે રાજકોટમાં મારા સસરાના ઘરે આવીએ ત્યારે મારા સસરા અમારી સાથે ઝઘડો કરી અને ગાળો આપીને અમને ઢીકા પાટુનો માર પણ મારી લે છે અને અમે સસરા પાસે કોઈ આર્થીક મદદની માંગણી કરીએ તો મદદ રૂૂપ થવાના બદલે મને મેણા મારી અને કહે છે કે તું તારા માવતરથી કાઈ કરીયાવ2 કે રોકડ રકમ કે સોના ચાંદી લઈને આવેલ નથી.
આ તારા બાપનું ઘર નથી અને તેવા શબ્દો બોલીને ખુબ અપમાન જનક વર્તન કરી અને ખુબ જ માનસીક ત્રાસ આપે છે અને મારા પતિનો કાયદેસરનો મિલકતમાં જે હિસ્સો છે તે પૈકી કાંઈ પણ રોકડ રકમ કે ચીજવતુ કે મીલ્કત તેઓ આપવા માંગતા નથી અને બધી મીલ્કત પોતે પચાવી પાડવા માંગે છે.ગઈ તા.28-07ના રોજ અમદાવાદથી હું તથા મારા પતિ અને મારા બાળકો રાજકોટ આવ્યા બપોરે એક વાગ્યે મારા સસરાના ઘરે પહોચ્યા તે વખતે મારા સસરા હરકાન્તભાઈ ઘરે હતા. તેઓ અમને જોઈને ઉશ્કેરાયા અને કહેવા લાગેલ કે તમે અહીંયા શું લેવા આવ્યા છો? તમે તમારા ઘર ભેગા થાવ. આ તારા બાપનું ઘર નથી.તે કહી મારા 5તિને ઢીકા પાટુનું માર મારવા લાગેલ અને તેનું ટીશર્ટ ફાડી નાંખી જાન લેવા ગળા ઉપર હુમલો કરી ઈજા કરેલ છે. અને જેઠ સંદિપભાઈ ના પત્ની પ્રજ્ઞા સંદિપભાઈ કયાળા અને તેમની દિકરી મીરા સંદિપ કયાળા એ મને મારમારેલ છે.
મારી પર હુમલો કરેલ છે.આ બનાવ બનતા મેં પોલીસ કંટ્રોલને 100 નંબર ઉપર ફોન કરતા પો લીસની ગાડી આવી અને અમને બધાને ભકિતનગર પોલીસ સ્ટેશન લઈ જવાની તૈયારી કરતા હતા ત્યારે પોલીસની હાજરીમાં આડોશી-પાડોશી ભેગા થઈ ગયેલાની હાજરીમાં મારા સસરાએ મારા માથા ઉપર માર મારેલ અને કહ્યું કે, તારા બાપ પાસે થી પાંચ કરોડ લઈ આવજે.આવી રીતે મને ખુબ જ ત્રાસ આપે છે.અમે રાજકોટ સસરાના ઘરે આવીએ ત્યારે મારા જેઠ સંદિપભાઈનો દિકરો પ્રાંજલ સંદિપ કયાળા અને તેની દિકરી મીરા સંદિપ કયાળા તે લોકો પણ અમારી સાથે ઝઘડો કરે છે.