આંગડિયા પેઢીના કર્મીને આંતરી લૂંટ ચલાવવાના કેસમાં આરોપીની જામીન અરજી રદ કરતી કોર્ટ
રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક રાજકોટની આંગડિયા પેઢીના વાહનને આંતરી રૂૂપિયા 90 લાખ રોકડની લૂંટના દોઢ માસ પહેલાના ચકચારી બનાવમાં ઝડપાયેલા આરોપીઓ પૈકી કાવતરાના આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.
આ અંગેની હકકીત મુજબ, ગત તા. 21 મેના રોજ રાજકોટથી ટી એન્ટરપ્રાઈઝ આંગડીયા પેઢીના બે કર્મચારી નીલેશ ભાલોડી અને જયસુખ ફેફર બંને રોકડ રૂૂપિયા લઈને ગાડીમાં મોરબી જતા હતા, રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક ખજુરા હોટલ પાસે ત્યારે કારનો પીછો કરી વાહનને આંતરી લાકડાના ધોકા, પાઇપ વડે હુમલો કરી 90 લાખની રોકડ લૂંટી આરોપીઓ નાસી ગયા હતા. જે અંગે રાજકોટમાં અંબીકા ટાઉનશિપમાં રહેતા કર્મચારી નિલેશ મનસુખભાઈ ભાલોડીએ સાતેક અજાણ્યા ઇસમો વિરૂૂદ્ધ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે સી.સી. ટીવી ફૂટેજ અને નાકાબંધીના આધારે આરોપી અભી લાલભાઈ અલગોતર અને અભિજિત ભાવેશ ભાર્ગવ (રહે બંને ભાવનગર) સહિતના આરોપીઓને ઝડપી લઈને રોકડ રૂૂ. 72.50 લાખ અને અન્ય મુદામાલ સહીત કુલ રૂૂ 81.50 લાખની મત્તા કબજે લીધી હતી.
આ ઉપરાંત લૂંટનું કાવતરું ઘડનાર તરીકે ટંકારાના જબલપુરની સીમમાં બાલાજી કારખાનાનો સંચાલક દિગ્વિજય અમરશી ઢેઢીનું નામ ખુલતા તેને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. તેની સામે ધોરણસરની કાર્યવાહી અને તપાસ બાદ કોર્ટની સૂચનાથી જેલ હવાલે કરાયો હતો. દરમિયાન દિગ્વિજય અમરશીભાઈ ઢેઢીએ પોતાનું નામ એફ.આઈ.આર.માં નામ નહી હોવાનું અને લૂંટમાં સામેલ નહી હોવાનું જણાવી જામીન મુક્ત થવા મોરબી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે સામે સરકારપક્ષે જિલ્લા સરકારી વકીલ જાની તથા મુળ ફરીયાદપક્ષે એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા એવી રજુઆતો કરવામાં આવેલ કે હાલના આરોપી અરજદાર મુખ્ય કાવતરું કરનાર છે, જો હાલના અરજદારે કાવતરું કર્યું ન હોત તો સદર ગુન્હો જ બનવા પામેલ ન હોત, અરજદારે ફરીયાદીની કાર સમયાંતરે આંગડીયાના રૂૂપીયા લઈ નીકળતી હોવાની રેકી કરી બાદ લુંટ ચલાવનાર ટોળકીને ટીપ્સ આપી હતી.
ગુન્હાની ગંભીરતા તથા પ્રથમ દર્શનીય ટેકો આપતા પુરાવાનું સ્વરૂૂપ લક્ષે લઈ મુખ્ય કાવત્રાખોર દિગ્વીજય ઢેઢીની જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે. આ કામના મુળ ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, આર્યન કોરાટ જયમલ મકવાણા, રાહીલ ફળદુ તથા સરકારપક્ષે મોરબીના જિલ્લા સરકારી વકીલ વી.સી. જાની રોકાયા હતા.