તું ઘરડી છો, ઘરમાં આવી ત્યારથી બધુ ખૂટવા લાગ્યું છે, પરિણીતાને સાસરિયાનો ત્રાસ
ગાંધીગ્રામમાં લાખના બંગલા પાસે ન્યુ મહાવીરનગરમાં રહેતાં સોનલબેન (ઉ.વ.35)એ પતિ-પંકેશ છૈયા, સસરા-રમેશભાઈ, સાસુ-સરોજબેન (રહે. બધા ગોવિંદનગર), મોટા નણંદ-કાજલબેન અને નેહલબેન (રહે. બને અલીયા, જામનગર) અને નાના નણંદ-શ્રધ્ધાબેન (રહે. પીપળીયા પા, તા. લોધીકા) સામે ઘરકામ બાબતે મેણાટોણા મારી ત્રાસ ગુજાર્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સોનલબેને પોલીસને જણાવ્યું કે, તેના લગ્ન 2024માં થયા હતા. આ તેના ત્રીજા લગ્ન છે. લગ્નના થોડા દિવસ બાદ પતિ નાની-મોટી વાતમાં ઝઘડાઓ કરી તું ઉંમરમાં મોટી છે, હવે તું મને નથી જોઈતી કહી ઘરમાં પુરી દેતા હતા.
પતિ અને સાસુ તને નોકરાણી તરીકે લઈ આવ્યા છીએ, અમારે બાળકો જોતા નથી. તેમ કહેતાં હતા જયારે સસરા ગાળો આપતા હતા. નણંદો તું આવી તો ઘરમાં બધુ ખુટવા લાગ્યું, અમારા બાળકો એ જ તારા બાળકો છે. અને બાળકો કરવા દેતા નહી વગેરે કહેતી હતી.નાની નણંદ પણ તું ઘરડી છો, 50-60 વર્ષની છો, તને ખોટી લઈ આવ્યા છીએ તેમ કહી ત્રાસ આપતા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.