તું આડા અવળા ધંધા કરીને પૈસા કમાય છે તે બંધ કર, મોટાભાઇએ સમજાવતા નાના ભાઇનો હુમલો
04:53 PM Apr 12, 2025 IST | Bhumika
Advertisement
રાજકોટનાં બેડી ગામે રહેતો યુવાન તેના નાના ભાઇને આડા અવડા ધંધા બંધ કરી મજુરી કરીને પૈસા કમાવવાની વાત કરતા ઉશ્કેરાયેલા નાનાભાઇએ મોટાભાઇ પર હુમલો કર્યો હતો. આ અંગે તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિ8ટલે ખસેડવામા આવ્યો હતો.
બનાવની વધુ વિગતો મુજબ બેડી ગામે ચામુંડા સોસાયટીમા રહેતા જયેશભાઇ રમેશભાઇ સીપરીયા (કોળી) (ઉ.વ. 33) એ ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે મજુરી કામ કરે છે. ગઇકાલે તે ઘરે હતા ત્યારે તેમનો નાના ભાઇ રવિને સમજાવતો હતો કે તુ આડા અવળા ધંધા બંધ કરી પૈસા કમાતા હોય તેમને મજુરી કરી પૈસા કમાવવાનુ કહેતા તેને સારુ નહી લાગતા રવિએ બોલાચાલી કરી અને જયેશભાઇને માથાનાં ભાગે લાકડી વડે માર મારતા ઇજા થઇ હતી. આ અંગે પોલીસે કાર્યવાહી શરૂ કરી અને ગુનો નોંધ્યો હતો .
Advertisement
--
Advertisement