તળાવની પાળે યુવાન તથા બાળકીને અડફેટે લેનાર થારચાલકની મહિલાઓ દ્વારા જાહેરમાં ધોલાઈ
01:21 PM Jan 28, 2025 IST
|
Bhumika
Advertisement
જામનગરમાં લાખોટા તળાવની પાળે 26મી જાન્યુઆરીના દિવસે પૂર ઝડપે આવી રહેલી એક થાર જીપ ના ચાલકે એક માસુમ બાળકી તેમજ એક યુવાનને હડફેટેમાં લઈ લીધા હતા, અને ગંભીર સ્વરૂૂપે ઘાયલ કરી દીધા હતા. આ ઘટના સમયે ભારે ચિસાચીસ થઈ ગઈ હતી. દરમ્યાન તળાવની પાળે નીકળનારી કેટલીક મહિલાઓ સહિતના લોકોએ થાર જીપના ચાલકને ઘેરી લીધો હતો, અને તેને જીપ માંથી બહાર કાઢીને ધોલાઈ કરી નાખી હતી, તેને ભાગવાનો વારો આવ્યો હતો.જોકે સમગ્ર મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને જીપચાલક સામે ગુનો દાખલ કરી તેની જીપ કબજે કરી લેવામાં આવી છે. ઉપરોક્ત વિડિયો શહેર ભરમાં વાયરલ થયો છે.
Advertisement