મહિલાને આફ્રિકા રહેતા પતિએ વોટ્સએપ પર ત્રણ વાર ‘તલાક’ લખી તલાક આપી દીધા
પોતે ગર્ભવતી હોવાના સમાચાર આપતા પતિએ કહ્યુું, મારે બાળક જોઇતુ નથી ! : એક વાર ગળું દબાવી માર માર્યો
શહેરમાં સોની બજારમાં મુકરબા શેરીમાં રહેતા રેશ્માબેન પટેલ (ઉ.વ.38)ને પતી શબ્બીર (રહે, કોંગો કોલવેજી)એ ગઈ તા.8.10.23નાં ફોન ઉપાડવા બાબતે ઝઘડો કરી ગાળો દઈ વોટસએપમાં ત્રણ વાર તલાક મેસેજ લખી તલ્લાક આપી દીધાની મહિલા પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.
રેશ્માબેને પોલીસને જણાવ્યું કે,તેણે એમ.એ. અને પીજીડીસીએ સુધી અભ્યાસ કર્યો છે.તેના લગ્ન 2021નાં રાણાવાવના શબ્બીર સાથે થયા હતાં. સંતાનમાં એક પુત્ર છે.લગ્ન બાદ પતિ અને સાસરીયાઓ નાની નાની બાબતમાં ઝઘડાઓ કરતા અને પતિ તેના ઉપર ખોટી સંકા કુશંકા કરી મારકુટ કરતો હતો.તેણે પોતે ગર્ભવતી હોવાની વાત પતીને કરતા પતિએ મારે બાળક જોઈતું નથી હુ તારા માટે ગર્ભપાતની દવા લઈ આવુ તેમ કહેતા તેને ના પાડતા મારકુટ કરી હતી.સાસુ અને નણંદ અવાર નવાર કામ બાબતે ઠપકો આપી તને કાંઈ આવડતું નથી કહી મેણાં ટોણાં મારી પતીને ચડામણી કરતાં હતાં.જેઠ લતીફ પણ ઝઘડો કરતો હતો.પતિ અને સાસરીયાઓ ત્રાસ આપી તેને ઘરમાંથી કાઢી મુકતા મહિલા પોલીસ મથકમાં અરજી કરી હતી. તેમાં સમાધાન થયું હતું.
તા. 23.2.2023નાં તે રાણાવાવ ઘરે હતા ત્યારે પતિને ગીફટમાં પેન્ડલ આપેલ હોય તે પતિને પસંદ ન હોવાથી સાસુને આપી દીધું હતું.પતિએ તમને પેન્ડન્ટ પસંદ ન હોય તો હું રાજકોટ જવાની છું ત્યારે બદલાવી આપીશ કહેતા પતિએ મારકુટ કરી ગળુ દબાવી ગાળો આપી હતી.જેથી રાણાવાવ પોલીસ મથકમાં તે અરજી કરી હતી અને ભાઈ રાજકોટ તેળી ગયા બાદ સાસરીયાઓ વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી.ફરીયાદ કર્યા બાદ ગઈ તા. 24.2.2023નાં પતિ તેને અને બાળક સાથે પીયર તેડી ગયો હતો.પતિ આફ્રીકા નોકરીમાં જવાનો હોવાથી તે ગઈ તા.11.5.23નાં પતિને મુંબઈ એરપોર્ટ મુકવા ગયા હતાં.ત્યારે પતિએ ત્રણેક મહિના બાદ તને આફ્રીકા બોલાવી લઈશ.ત્યાં સુધી તું તારા માવતરનાં ઘરે જતી રહે એમ કહેતા એ માવતરે આવતી રહી હતી. આ દરમિયાન પતિ ફોનમાં વાતચીત કરતો હતો.
ગઈ તા. 8.10.23નાં પતિએ ફોન કરતા તેને ઉપાડયો ન હતો.આથી પતિએ તેના વોટસેપ પર મેસેજ કરીને તું ફોન ઉપાડ કહેતા તેને પરત મેસેજ કરીને છોકરો રોવે છે હું ફોન નહી ઉપાડું જે કામ હોય તે મેસેજમાં કહો. કહેતા પતિએ મારે તારી જરૂૂર નથી.હું તને તલાક આપુ છું એમ કહી વોટસએપમાં મેસેજ કરી ત્રણ વાર તલાક તલાક તલાક કહીને તલાક આપી દીધા હતાં.બાદમાં તેણે પતિને બ્લોક કરી નાંખતા તેણે બીજા નંબરથી વોટસએપ કરી તલાક આપુ છું કહી સોમવારના તને ડીવોર્સ પેપર મોકલીશ મારે તારી જરૂૂર નથી.આ મામલે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.