For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના આંદરણા ગામની સીમમાં હત્યા બાદ સ્ત્રીના મૃતદેહને સળગાવ્યો

01:00 PM Oct 15, 2025 IST | Bhumika
મોરબીના આંદરણા ગામની સીમમાં હત્યા બાદ સ્ત્રીના મૃતદેહને સળગાવ્યો

મોરબી તાલુકાના આંદરણા ગામની સીમમાં કોઈ કારણોસર અજાણી સ્ત્રીની હત્યા કરી મૃતદેહ ખેતરના શેઢા પાસે સળગાવી નાખી હત્યા કરી પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો મોરબી તાલુકા પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.

Advertisement

મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા ઙજઈં હરેશકુમાર તિવારીએ અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે ગત તા. 13 ના રોજ બપોરના 1 : 40 પહેલા કોઈપણ સમયે અજાણ્યા આરોપીએ આંદરણા ગામની સીમમાં આવેલ બીસ્કોઈન કારખાના સામે અજાણી સ્ત્રી આશરે 45 થી 50 વર્ષ વાળીની કોઇપણ રીતે હત્યા કરી મૃતદેહ ગામની સીમમાં આવેલ ખેતરના શેઢા પાસે રોડની સાઈડમાં સળગાવી દીધી હતી અને પુરાવાનો નાશ કર્યો હતો મોરબી તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી અજાણ્યા આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement