લૂંટેરી દુલ્હનના ગુનામાં સાત વર્ષથી ફરાર મહિલા પકડાઇ
ખંભાતથી પેરોલ ફર્લો સ્કવોર્ડે પકડી પાડી
રાજકોટ શહેરના ભકિતનગર વિસ્તારમાં સાલ 2018 માં લુંટેરી દુલ્હન અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનામાં મહિલા છેલ્લા સાતેક વર્ષથી ફરાર હોય પેરોલ ફર્લો સ્કવોર્ડના સ્ટાફે ખંભાત પહોંચી મહીલા આરોપીને પકડી લઇ ભકિતનગર પોલીસને સોંપી હતી.
વધુ વિગતો મુજબ ભકિતનગર પોલીસમાં 2018 ની સાલમાં ફરીયાદીએ 406, 420 અને 114 મુજબ ફરીયાદ નોંધાવી હતી. હાલ ગુનામાં અમુક આરોપીઓને પોલીસે સકંજામા લીધા હતા જયારે એક મહીલા આરોપી પોલીસ પકડથી દુર હતી. આ ઘટનામા પેરોલ ફર્લો સ્કવોર્ડના પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ જે. જી. તેરૈયા, એએસઆઇ અમૃતભાઇ મકવાણા, ઝહીરભાઇ ખફીફ, કુલદિપસિંહ જાડેજા, રોહિતભાઇ કછોટ, સિરાજભાઇ ચાનીયા, દોલતસિંહ રાઠોડ, યોગેન્દ્રસિંહ ઝાલા, શાંતુબેન મુળીયા અને રાજદીપસિંહ ચૌહાણ સહીતના સ્ટાફે બાતમીના આધારે ભકિતનગરના ગુનામાં 7 વર્ષથી ફરાર જનકભાઇ ઉર્ફે સુનીબેન દિલીપભાઇ ઉર્ફે ડાયાભાઇ ગગજીભાઇ ચાવડા (રહે. ટેકરાવાળુ ફડીયુ, જલુંધા ગામ, તા. ખંભાત, જી. આણંદ) વાળીને પકડી લઇ તેણીને હાલ ભકિતનગર પોલીસને સોંપી દીધી હતી.