ગોંડલમાં ત્રીજા લગ્ન કરનાર મહિલાનું બેભાન હાલતમાં મોત: પતિએ માર મારતાં મોત થયાનો આક્ષેપ
ગોંડલમાં ત્રીજા લગ્ન કરનાર મહીલા પોતાના ઘરે બેભાન હાલતમાં પડયા હોવાની જાણ થતા રાજકોટ રહેતી પુત્રીએ દોડી જઇ સારવાર માટે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
મહીલાને તેના પતિએ પાંચ દિાવસ પહેલા દારૂડીયા પતીએ માર મારતા તેમનું મોત થયાનો પુત્રીએ આક્ષેપ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં પટેલવાડી પાસે રહેતા નઝમાબેન સલીમહુસેન ફકીર (ઉ.વ.40) નામના મહીલાને ગઇકાલે બપોરે બેભાન હાલતમાં પ્રથમ ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
પ્રાથમિક તપાસમાં મૃતક નઝમાબેનના ત્રીજા લગ્ન હતા અને પતિ સલીમના બીજા લગ્ન હતા. નઝમાબેનને આગલા ઘરના બે પુત્ર અને ત્રણ પુત્રી છે. જેમાં મોટી પુત્રી યાસ્મીન રાજકોટમાં પોપટપરામાં રહેતી હોય તેમણે આક્ષેપ કર્યો હતો કે માતા નઝમાબેનને તેમના પતિ સલીમે પાંચ દિવસ પહેલા દારૂ પીને માર માર્યા બાદ માતા ઘરમાં પડયા હોય જેથી તેમને જાણ થતા તેઓ ગોંડલ દોડી જતા માતા ઘરમાં બેભાન પડયા હોય જેમને સારવારમાં ખસેડાય હતા. જેથી પતિએ માર મારતા મોત થયાનો આક્ષેપ કર્યો હતો.
વધુમાં માતાને તેના સાસુ રોશનબેન, નણંદ યાસ્મીન અને પતિ સલીમ દારૂ પીને માર મારતા હોવાનું જણાવતા પોલીસે રિટ્રોગેટ એચએસલી કરાવી વધુ તપાસ હાથ ધરી છે.