ધોરાજીમાં 20 વર્ષની સજા પડ્યા બાદ ફરાર થઈ ગયેલી મહિલા અંતે ઝડપાઇ
રાજકોટ ધોરાજીમાં ભાદર કોલોની ઇરીગેશન સોસાયટીમાં બાળકોના ઝઘડાને લઈ વર્ષ 1999માં આરોપી મહિલાએ એક બાળકની પોતાના ઘરમાં દસ્તા ના ઘા જીકી હત્યા કરી લાંશ કોથળામાં ભરી બહાર ફેંકી દીધેલ. જે ક્રૂર ઘટનામાં તાજેતરમાં ધોરાજી કોર્ટે વીસ વર્ષની સજાવી સુણાવી હતી જો કે આ મહિલા છેલ્લા 25 વર્ષથી નાસતી ફરતી હતી.વર્ષોથી ભાગેડું જાહેર થયેલ મહિલા અરૂૂણા ને સજા થયા બાદઝડપી લેવા ધોરાજીના એએસપી સિમરન ભારદ્વાજ અને સીટી પીઆઈ કે.એસ. ગરચર દ્વારા ટીમ બનાવવામાં આવેલ, ડી. સ્ટાફના પી. કે. શામળા અને સ્ટાફે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ મારફતે આરોપી મહિલાને બરોડાથી ઝડપી લીધી હતી.1999ના અરસાથી આ કામના આરોપી અરૂૂણા ઉર્ફે અનિતા નાસ્તા ફરતા હતા. તેમના પતિ રાજેશ દેવમુરારી સુરેન્દ્રનગર સ્થાયી થયા હતા તે છેલ્લા ત્રણ વર્ષથી નિવૃત્ત થયા છે. રાજેશ દેવમોરારી અને અરૂૂણાબેનના લગ્ન જીવનથી એક દીકરો અને એક દીકરી પણ હતા.
માતા તરીકે પણ આ ટ્રાયલમાંથી બચવા માટે પોતાના સગા સંતાનોનો પણ ક્યારેય સંપર્ક કરેલો ન હતો. વડોદરામાં અનિતા બ્યુટી પાર્લર ના નામથી આ આરોપી બ્યુટી પાર્લર ચલાવી રહ્યા હતા.રાજકોટ ધોરાજી પોલીસ ચહેરા નિશાનપત્રક, ને સાથે રાખી અને પ્રથમ મહિલા કોન્સ્ટેબલ બ્યુટી પાર્લરમાં ડમી ગ્રાહક તરીકે ગયા અને ત્યાંથી ખરાઈ કરવામાં આવી કે નાસ્તા ફરતા આરોપી અરૂૂણા ઉર્ફે અનિતા આજ છે. તેઓ વડોદરામાં અન્ય શખ્સ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગેલ અને આ સંબંધથી પણ તેમને બે દીકરીઓ હતી.
આ તમામ તપાસના અંતે ફરિયાદી ગિરધરભાઈ કોઠીયા તથા આરોપી અરૂૂણા ઉર્ફે અનિતાના પતિ રાજેશ દેવમુરારીએ પણ ખરાઈ કરી આપી કે આ તે જ વ્યક્તિ છે.
તને પોલીસે આજીવન કેદની સજાનું વોરંટ ચાલુ હોય આરોપીની ધરપકડ કરી ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલા શેખ સમક્ષ આ આરોપીને રજુ કરેલા. અને જજએ જેલ વોરંટ કરી અને આજીવન કેદની સજા ભોગવવા આરોપીને જેલમાં મોકલી છે.