જેતપુરમાં પત્નીની પ્રસુતિ માટે વ્યાજે લીધેલ રૂપિયા ચૂકવ્યા છતાં મહિલાનો ત્રાસ
જેતપુરમાં રહેતા અને સાડીઓના કારખાનામાં છુટક મજુરી કામ કરતા યુવાને પત્નીની પ્રસુતિ માટે મહિલા પાસેથી વ્યાજે લીધેલા 50 હાજર સામે વ્યાજ સહીત 1.50 લાખ ચૂકવી દીધા છતાં વધુ રૂૂપિયા પડાવવા મહિલા વ્યાજખોરે ધમકી આપતા તેના ત્રાસથી હિજરત કર્યા છતાં ત્રાસ આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ જેતપુર, દેસાવાડી, તેજાકાળાના પ્લો ટની સામે, શિવશક્તિ એપારર્મેન્ટ ચોથો માળે રહેતા અને સાડીઓના કારખાનામાં છુટક મજુરી કામ કરતા મયુરભાઈ રમેશભાઈ સોલંકી (ઉ.વ.36)ની ફરિયાદને આધારે જેતપુરની રેખા દરબાર સામે ગુનો નોંધાયો છે. ફરિયાદમાં મયુરે જણાવ્યું કે, આશરે ચારેક વર્ષ પહેલા તે જુનાગઢ રોડ ઉપર આવેલ રાજેશ્વર સોસાયટીમાં રહેતો હતો. અને આ વખતે પત્ની ઉષાબેન પ્રેગ્નેટ હતી અને અઘુરા મહીને તેને એક દિકરો તથા દિકરીનો જન્મ થયેલ હતો. અને દવાખાનાનો ખર્ચ આવેલ હતો. જેથી પૈસાની જરૂૂરત પડેલ જેથી ઘરની સામે વ્યાજે પૈસા આપતા રેખાબેન દરબારને વાત કરેલ કહેલ કે મારે દવાખાનુ આવેલ છે. મારે રૂૂ.50,000 ની તાત્કાલીક જરૂૂર છે. જેથી રેખાબેને 5 ટકા મહિનાનુ રૂૂ.5,000 વ્યાજ લેખે રૂૂ.50,000 વ્યાજે આપેલ હતા. જેનું મયુર રેગ્યુલર મહિને રૂૂ.5,000 વ્યાજ ચુકવતો હતો. અને રેખાબેન રેગ્યુલર ઘરે આવીને અઢી વર્ષ સુઘી વ્યાજ લઇ જતા હતા અને થોડા સમય પૂર્વે મયુરને મજુરી કામ બંઘ થઇ ગયેલ હતુ જેથી બે માસનુ વ્યાજ નહી ચુકવતા રેખાબેન ઘરે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવા માટે આવતા હતા. જેથી મયુરે હિજરત કરી મકાન ફેરવી દેસાઇ વાડીમાં રહેવા માટે આવી ગયેલ છુ. રેખાબેનને 50 હજારના રૂૂ.1,50,000 જેટલુ વ્યાજ ચુકવી આપેલ હોવા છતાં વધુ રૂૂપિયા પડાવવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધવી હતી.