For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહિલાએ આંખમાં મરચું છાંટયું, સોનીએ 17 ફડાકા ઝીંકયા

04:43 PM Nov 06, 2025 IST | admin
મહિલાએ આંખમાં મરચું છાંટયું  સોનીએ 17 ફડાકા ઝીંકયા

અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં આવેલી સોનાની દુકાનમાં જ્યારે સોની એકલો બેઠો હતો ત્યારે એક મહિલા આવી હતી. ગ્રાહક બનીને આવેલી મહિલાએ અચાનક તેના હાથમાં રહેલા મરચાનો પાવડર સોનીની આંખમાં નાખવાનો પ્રયાસ કર્યો જોકે આ મરચા પાવડર સોનીના આંખમા ન જતા સોની તરત જ ઉભો થયો અને તેણે ચોરી કરવા આવેલી મહિલાને એક બાદ એક ધડાધડ 17 લાફા ઝીંકી દીધા હતા આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ ઘટના અંગે સોનીએ તો ફરિયાદ કરવાની ઇન્કાર કર્યો છે પરંતુ પોલીસે મહિલાની તપાસ શરૂૂ કરી છે.

Advertisement

મળતી માહિતી મુજબ રાણીપ શાકમાર્કેટ પાસે સોના-ચાંદીની દુકાનમાં બપોરના સમયે સોની બેઠા હતા. ત્યારે એક મહિલા ગ્રાહક બનીને આવી હતી. આ મહિલા દુકાનમાં આવતા જ તેણે પોતાની પાસેના મરચાનો પાવડર સોનીની આંખમાં નાખીને લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે મરચું સોનીની આંખમા ન જતા સોની તરત જ ઉભો થયો અને મહિલાને ધડાધડ એક બાદ એક 17 લાફા ઝીંકી દીધા હતા સોની ટેબલ કૂદીને મહિલા પાસે આવ્યો અને મહિલાને ખેંચીને દુકાનની બહાર પણ કાઢી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ પણ થઈ છે.
રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઇ કેતન વ્યાસે જણાવ્યું હતું કે સોની આ અંગે ફરિયાદ કરવાનો ઇનકાર કરી રહ્યા છે, પરંતુ પોલીસે ઈઈઝટ ના આધારે મહિલાની તપાસ શરૂૂ કરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement