For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં મહિલાનું અપહરણ કરી ગોંધી રાખી દુષ્કર્મ, આરોપીઓએ ગુપ્ત ભાગમાં મરચું નાખ્યું

01:54 PM Mar 12, 2025 IST | Bhumika
ભાવનગરમાં મહિલાનું અપહરણ કરી ગોંધી રાખી દુષ્કર્મ  આરોપીઓએ ગુપ્ત ભાગમાં મરચું નાખ્યું

Advertisement

ભાવનગર શહેરમાં ચકચારી દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. શહેરની એક મહિલાના ઘરેથી ચાર શખ્સોએ કારમાં અપહરણ કરીને ફરાર થઇ ગયા હતા જે બાદ પ્રેમ સંબંધની શંકાએ મહિલાના ગળે છરી રાખી, દિકરાને મારી નાંખવાની ધમકી આપી ત્રણ આરોપીએ મહિલાને પકડી રાખી એક શખ્સે મહિલા ઉપર દુષ્કર્મ ગુજાયુ હતુ. અને નિર્દયતાથી હદ તો ત્યારે વટાવી જયારે આરોપીએ મહિલાના ગુપ્ત ભાાગે મચ્ચું છાંટી આમાનુષી કૃત્ય આચરી તમામ ફરાર થતા મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

ભાવનગર શહેરની એક મહિલાને દિપક લાઠિયા સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય જે બાદ આ બંન્નેએ વકીલ હસ્તક સમજુતીથી છુટા પડ્યા હતા પરંતુ દિપક લાઠિયાના ત્રણ સાળા મુકેશ મકવાણા, મનસુખ મકવાણા અને પિન્ટુ મકવાણાએ પ્રેમ સંબંધની શંકા રાખી હતી અને અજાણ્યા શખ્સને હવાલો આપી, મહિલાને ઘરની બહાર બોલાવી અજાણ્યા શખ્સ સહિત ચારેય આરોપીઓએ મહિલાનું કારમાં અપહરણ કરીને ફરાર થયા હતા અન બાદમાં મહિલાને એક રૂૂમમાં ગોંધી રાખી હતી અને મહિલાના ગળે છરી રાખી, મહિલાના દિકરાને રેતીના ઢગલામાં ફેંકી, ઇજા કરી, દિકરાને મારી નાંખવાની ધમકી આપી, પીન્ટુ મકવાણા, મુકેશ મકવાણા અને અજાણ્યા શખ્સે મહિલાને પકડી રાખી હતી અને મુખ્ય સુત્રધાર મનસુખ મકવાણાએ મહિલાને પીઠના તેમજ સાથળના ભાગે ગંભીર મારમારી, દુષ્કર્મ આચરતા મહિલાએ છોડી દેવા આજીજી કરવા છતાં તમામ આરોપીએ અમાનુષી અત્યાચાર શરૂૂ રાખ્યો હતો.

જે બાદ પણ આરોપીએ નિર્દયતાની હદ વટાવી મહિલાના ગુપ્ત ભાગમાં આંગળી નાંખી, મરચું છાંટી શારિરીક ઇજા કરી ફરાર થતાં મહિલાએ મનસુખ મકવાણા, મુકેશ મકવાણા, પિન્ટુ મકવાણા તેમજ અજાણ્યા શખ્સો વિરૂૂદ્ધ ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. રાજ્ય સરકારના ગૃહ મંત્રી મહિલા સંબંધીત ગુનામાં સંવેદનશીલ છે છતાં ભાવનગર પોલીસ ગંભીર ગુનામાં આરોપીને પકડી શકતી નથી ત્યારે દુષ્કર્મ જેવા ગંભીર ગુનાના ચોવીસ કલાક બાદ પણ ચારેય આરોપીઓ પોલીસ પકડથી દુર હોવાનું તપાસનીશ અધિકારી એસ.વી. શિમ્પીએ જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement