ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નકલી અકસ્માત સર્જી પૈસા પડાવતી ગેન્ગની મહિલા પકડાઇ

11:55 AM Apr 25, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

જામનગરના એક યુવાનના બાઈક સાથે નકલી અકસ્માત સર્જી પૈસા પડાવી લેવાયાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. તે ગુન્હામાં બે શખ્સની ધરપકડ કરાયા પછી ગઈકાલે પોલીસે મહિલા આરોપીને પણ પકડી પાડી છે.

Advertisement

જામનગરના નાગેશ્વર વિસ્તાર પાસે એક યુવાન કિરણ ઝાલા ના બાઈક સાથે નકલી અકસ્માત સર્જી બે શખ્સ તથા એક મહિલાએ રૂૂા.1500 પડાવી લીધાની થોડા દિવસ પહેલાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ગુન્હો નોંધી શરૂૂ કરેલી તપાસમાં બે શખ્સ ઝડપાયા હતા.

ત્યારપછી આરોપી મહિલા ની સંડોવણી હોવા થી પોલીસ.તેને શોધી રહી હતી.આખરે ગઈકાલે સંગીતા રાજુભાઈ નામદેવ ઉર્ફે ભૂદી નામની મહિલાની અટકાયત કરવામાં આવી છે. આ મહિલા બે સાગરિત સાથે મળી શહેરમાં જુદા જુદા વિસ્તારમાં નકલી અકસ્માત સર્જી પૈસા પડાવતી હતી. આ મહિલાની સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી અટકાયત કરાયા પછી તેણીની ઓળખ પરેડ કરવામાં આવી હતી.

Tags :
crimegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Advertisement