For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં દુષ્કર્મના આરોપીનું હથિયાર લાયસન્સ રદ કરવા મહિલાની માગણી

11:39 AM Nov 22, 2025 IST | Bhumika
જામનગરમાં દુષ્કર્મના આરોપીનું હથિયાર લાયસન્સ રદ કરવા મહિલાની માગણી

જામનગરના એક મહિલાએ નગરના જાણીતા ઉદ્યોગપતિ સામે પોણા બે વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી. આ આરોપીનું હથિયારનું લાયસન્સ જો હોય તો રદ્દ કરવા અને ન હોય તો આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેની ધરપકડ કરવા એસપી તથા કલેક્ટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામા આવી છે.

Advertisement

જામનગરમાં રહેતા ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્રભાઈ મોદી સામે એક મહિલાને પોણા બે વર્ષ પહેલાં પોતાની એક પ્રોપર્ટી પર લોન લેવાની છે તેમ કહ્યા પછી તે પ્રોપર્ટી બતાવવાના બહાને જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર લાખાબાવળ પાસે આર્ય ભગવતી વિક એન્ડ વીલામાં લઈ જઈ કેફી પ્રવાહી પીવડાવી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.

ફરિયાદી મહિલા એ જણાવ્યા મુજબ તેણી સાથેના અંગત પળના ફોટા તથા વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી વિશાલ મોદી અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો. પોલીસે ગુન્હો નોંધી આરોપીની શોધ શરૂૂ કરી હતી. તે દરમિયાન આરોપીએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી પણ અદાલતે નકારી કાઢી હતી.

Advertisement

ત્યારપછી હજુ સુધી આરોપી ઝડપાયો નથી ત્યારે આ બનાવની ફરિયાદી મહિલાએ જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસવડા સમક્ષ અરજી પાઠવી છે અને જણાવ્યું છે કે, આરોપી પાસે હથિયાર છે. અને અગાઉ આ આરોપી કમર પર તે હથિયાર લટકાવીને ફરતો હતો. તેથી આ શખ્સ ફરિયાદીની હત્યા કરી નાખવાની ધમકી પણ આપી ચૂક્યો છે ત્યારે ફરિયાદી તથા તેના પરિવારની જીવની સલામતી નથી તેથી જો આરોપી પાસે આ હથિયારનું લાયસન્સ હોય તો તેને તાત્કાલિક અસરથી રદ્દ કરી નાખવા અને લાયસન્સ ન હોય તો તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધવા માગણી કરાઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement