સાસુ અને જેઠે ઝેરી દવા પીવડાવ્યાના આક્ષેપ સાથે દાખલ મહિલાનું મોત
શહેરમાં પેડક રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસે રહેતી પરણીતા પાંચ દિવસ પહેલા બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. પરણીતાને સાસુ અને જેઠ ઝેરી દવા પીવડાવી દેવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો જે મહિલાનું સરવાર દરમિયાન મોત નીપજતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ શહેરમાં પેડક રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે રહેતી શેરબાનુ પંકજભાઈ બાવરિયા ગામની 27 વર્ષની પરણીતા પાંચ દિવસ પૂર્વે સવારના 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં શેરબાનુબેનના પતિનું અવસાન થતાં છેલ્લા ચાર મહિનાથી તે મૈત્રીકરારથી રહેતી હતી શેરબાનુબેનની મોટી બહેન ઝરીનાબેને શેરબાનુ બેનને તેની સાસુ શાંતુબેન અને જેઠ યોગેશભાઈએ ઝેરી દવા પીવડાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ડોક્ટરે પોલીસ ચોપડે એમએસી નોંધ કરાવી હતી. આક્ષેપના પગલે બીડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન શેરબાનુનુ મૃત્યુ નીપજ્યુ હતુ. આ અંગે પોલીસે મૃતદેહનુ ફોરેન્સિક પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે..