વાંકાનેરના નવાપરા ખડીપરામાં ઘરમાં ઘૂસી મહિલા પર છરીથી હુમલો
મારી નાખવાની ધમકીની ફરિયાદ
વાંકાનેરના નવાપરા ખડિપરા મચ્છુ નદીના કાંઠે રહેતા મહિલાના ઘરમાં ધુસીને એક શખ્સે બોલાચાલી કરી છરી વડે ઈજા કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાઈ છે.
વાંકાનેરના નવાપરા ખડીપરા મચ્છુ નદીના કાંઠે રહેતા માણેકબેન વેરશીભાઈ મીઠાપરા એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી અનવર ઉર્ફે જુમ્મો કાળુભાઈ શેખએ માણેકબેનના ઘરે છરી સાથે આવી પોતાની દીકરી ક્યા છે તેમ કહેતા માણેકબેન એ કહેલ કે તમારી દીકરી અહિયાં નથી જેથી આરોપી અનવરે એકદમ ઉશ્કેરાઈ જઈ માણેકબેન દરવાજો નહિ ખોલતા પાટા મારી દરવાજો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ફરિયાદ માણેકબેન તથા સાહેદને છરી વડે આડેધડ ઘા મારી ઈજા કરી પછાડી છાતી તથા શરીરના ભાગે ઢીકા પાટુંનો માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે
