ધોરાજીના ચકચારી ભાદર કોલોની હત્યા કેસમાં 29 વર્ષથી ફરાર મહિલા ઝડપાઇ
ધોરાજીનાં ચકચારી ભાદર કોલોની હત્યા કેસમા સંડોવાયેલ મહીલાને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે. આ મહીલા છેલ્લા 29 વર્ષથી ફરાર હોય જેને ધોરાજી પોલીસે વડોદરાથી ઝડપી પાડી હતી. પાડોશીનાં બાળક સાથે પોતાનાં સંતાનને થયેલ ઝઘડાનો ખાર રાખી 5-8-1996 નાં રોજ અનીતા ઉર્ફે અરૂણા રાજેશ દેવમુરારીએ પાડોશમા રહેતા ગીરધરભાઇ કોઠીયાનાં પુત્ર જલદીપને પોતાનાં ઘરે બોલાવી હત્યા કરી દસ્તાથી માથુ છુંદી નાખી લાશને સુટકેસમા ભરી ફેકી દીધી હતી . 29 વર્ષથી ફરાર અનીતાએ જેનાં માટે હત્યા કરી તેવા પોતાનાં સંતાનોનો પણ સંપર્ક ન કર્યો હોય અને વડોદરામા આસરો મેળવ્યો હતો જેને 29 વર્ષે ધોરાજી પોલીસે ઝડપી પાડી હતી.
અનીતા ફરાર હોય અને તેને કોર્ટ મુદતમા હાજર રાખવા માટે અનેક વોરંટ કાઢયા છતા તે હાજર રહેતી ન હોય ધોરાજી પીઆઇ કે એસ ગરચર એ એએસપી સિમરન ભારદ્વાજ ના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી હતી. ધોરાજી ડી સ્ટાફ તથા એએસઆઈ પીકે શામળા ની ટીમ એ સઘન તપાસ હાથ ધરી. 1999 ના અરસાથી આ કામના આરોપી અરુણા ઉર્ફે અનિતા નાસ્તા ફરતા હતા. તેમના પતિ રાજેશ દેવમુરારી સુરેન્દ્રનગર સ્થાયી થયા હતા તે છેલ્લા ત્રણ વર્ષથી નિવૃત્ત થયા છે. રાજેશ દેવમોરારી અને અરુણાબેન ના લગ્ન જીવનથી એક દીકરો અને એક દીકરી પણ હતા. માતા તરીકે પણ આ ટ્રાયલમાંથી બચવા માટે પોતાના સગા સંતાનોનો પણ ક્યારેય સંપર્ક કરેલો ન હતો. વડોદરામાં અનિતા બ્યુટી પાર્લર ના નામથી આ આરોપી બ્યુટી પાર્લર ચલાવી રહ્યા હતા.
ધોરાજી પોલીસ ચહેરા નિશાન પત્રક, ને સાથે રાખી અને પ્રથમ મહિલા કોન્સ્ટેબલ બ્યુટી પાર્લરમાં ડમી ગ્રાહક તરીકે ગયા અને ત્યાંથી ખરાઈ કરવામાં આવી કે નાસ્તા ફરતા આરોપી અરુણા ઉર્કે અનિતા આજ છે. તેઓ વડોદરામાં અન્ય શખ્સ સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગેલ અને આ સંબંધથી પણ તેમને બે દીકરીઓ હતી. આ તમામ તપાસના અંતે ફરિયાદી ગિરધરભાઈ કોઠીયા તથા આરોપી અરુણા ઉર્ફે અનિતાના પતિ રાજેશ દેવમુરારી એ પણ ખરાઈ કરી આપી કે આ તે જ વ્યક્તિ છે. તને પોલીસે આજીવન કેદની સજા નું વોરંટ ચાલુ હોય આરોપીની ધરપકડ કરી ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલા શેખ સમક્ષ આ આરોપીને રજુ કરેલા. અને કોર્ટે જેલ વોરંટ કરી અને આજીવન કેદની સજા ભોગવવા આરોપીને જેલમાં મોકલી આપેલ.