મેટોડાની એન્જલ ઈન્ડ.ની વાયર ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ શખ્સોની ધરપકડ
મેટોડા જી.આઇ.ડી.સી.માં આવેલ એન્જલ વાયર એન્ડ કેબલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ઇલેક્ટ્રીક કેબલ વાયર ભરેલા બોક્સની ચોરીનો ભેદ મેટોડા પોલીસે ઉકેલી ચોરી કરનાર બે શખસો અને ચોરાઉ માલ ખરીદનાર વેપારીની ધરપકડ કરી રૂૂ. 3.21 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મળતી વિગતો મુજબ મેટોડા જી.આઇ.ડી.સી.માં આવેલ એન્જલ વાયર એન્ડ કેબલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ગઇ તા.15/10/2025 ના મોડી રાત્રીના 2 થી 3:15 દરમ્યાન કંપની દક્ષીણ તરફની દિવાલની બારીની ગ્રીલના સળીયા કાપી શેડમાં પ્રવેશ કરી શેડમાં રાખેલ હરક્યુલસ કંપનીના તૈયાર કરેલ ઇલેક્ટ્રીક કેબલ વાયર ભરેલ 77 નંગ બોક્સ જે એક બોક્સની કિં.રૂૂ.4286 મળી .રૂૂ.3.30 લાખનો વાયરની ચોરી કરી હતી.
સીસીટીવીમાં બે શખસો કેદ થયા હતા. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ રેંજ આઈજી અશોકકુમાર યાદવ,જીલ્લા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરની સુચનાથી ગોંડલ વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક આર.એ.ડોડીયાના સુપરવિઝન હેઠળ મેટોડા જી.આઇ.ડી.સી પોલીસ મથકના પી.આઈ એસ.એચ.શર્માની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી ચોરીનો ભેદ ઉકેલી નાખી મૂળ અમરેલીના ધારીના નાગધ્રાના વતની અને હાલ મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં.1 અંજલી પાર્ક, ખોડીયાર સોસાયટીમાં રહેતા રવીભાઇ હસમુખભાઇ દાફડા અને અમરેલીના ધારીના પ્રેમપરાના વતની હાલ મેટોડા જી.આઇ.ડી.સી. ગેઇટ નં.1 અંગલી પાર્ક, હનુમાનજીના મંદિર પાસે, મહેશભાઇ આહીરના મકાનમાં ભાડેથી રહેતા રાકેશભાઈ રમેશભાઇ દાફડાની ધરપકડ કરી હતી.
આ બન્ને શખ્સો પાસેથી ચોરીનો માલ ખરીદનાર રાજકોટના કણકોટ પાટીયા હાઉસીંગ ક્વાર્ટર બ્લોક નં.424માં રહેતા ભંગારનો ડેલો ચલાવતા મૂળ સુરેન્દ્રનગરના થાનના મોરથરાના વેપારી ભરતભાઇ નાનજીભાઇ મકવાણાની ધરપકડ કરી હરક્યુલસ કંપનીના તૈયાર કરેલ ઇલેક્ટ્રીક કેબલ વાયર ભરેલ બોક્સ સહીત કુલ રૂૂ.3.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જી.આઇ.ડી.સી પોલીસ મથકના પી.આઈ એસ.એચ.શર્માની રાહબરી હેઠળ તથા એ.એસ.આઇ. મયુરસિંહ અનિરૂૂધ્ધસિંહ તથા પો.હેડ.કોન્સ. યોગીરાજસિંહ અજયસિંહ, ઉપેન્દ્રસિંહ જીતુભા, પો.કોન્સ. રાજદીપસિંહ શુભરાજસિંહ, રવુભાઇ ટપુભાઇ, શક્તિસિંહ પ્રહલાદસિંહ, ભાર્ગવભાઇ ચંદુભાઇએ કામગીરી કરી હતી.