પત્નીએ પતિને ધક્કામારી ફડાકા ઝીંકયા અને પતિએ ગોળી મારી દીધી
જામનગર રોડ ઉપર નાગેશ્ર્વર વિસ્તારમાં તા.15મીએ સવારે ખેલાયેલા ખૂની ખેલના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા
રાજકોટના જામનગર રોડ ઉપર નાગેશ્ર્વર વિસ્તારમાં આવેેલા રહેણાક બિલ્ડિંગમાં ગત તા.15ના રોજ પત્નીના ભત્રીજા સાથેના કથિત આડા સંબંધના કારણે પતિએ પત્નીને ત્રણ ગોળી મારી પોતે પણ લમણામાં ગોળી ધરબી આપઘાત વહોરી લીધાની ઘટના બની હતી.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ આજે વાયરલ થયા છે. જેમાં ગત તા.15 નવેમ્બરે સવારે પાર્કિંગમાં જ યોગા કલાસમાંથી આવેલી પત્ની અને તેના પતિ વચ્ચે ઉગ્રબોલાચાલી થાય છે. આ દરમિયાન પત્ની પતિને વારંવાર ધક્કા મારે છે અને ઝાપટો મારતા દેખાય છેે, ત્યારબાદ અચાનક જ પતિએ પત્નીને ઉપરા છાપરી ત્રણ ગોળી મારી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ લમણામાં ગોળી ધરબી દેતા સ્થળ પર જ બન્ને ઢળી પડ્યા હતા.
CCTVમાં જોઈ શકાય છે કે યોગા ક્લાસમાંથી આવતા સમયે પતિ પત્નીનો પીછો કરીને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવે છે. ઝપાઝપી બાદ પતિ ફાયરિંગ કરી પોતાને ગોળી મારી દે છે. 15 નવેમ્બરે નાગેશ્વર વિસ્તારમાં કાકી અને ભત્રીજા વચ્ચેના પ્રેમસંબંધથી કંટાળેલા પતિએ બિલ્ડિંગના પરિસરમાં પત્નીને પોતાની પરવાનાવાળી રિવોલ્વરથી ગોળી મારી બાદમાં પોતાના લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો. આ ઘટનામાં પતિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને સારવારમાં ખસેડવામાં આવી હતી. 17 નવેમ્બરે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્નીનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ઈઈઝટમાં જોઈ શકાય છે કે પત્ની પોતાની મિત્ર સાથે યોગા કલાસમાંથી પરત આવી રહી છે. પત્ની અને તેની મિત્ર જ્યારે ટુ-વ્હીલરમાં સવાર થઈને બિલ્ડિંગમાં પ્રવેશે છે ત્યારે તેમની પાછળ પાછળ તેનો પતિ પણ સોસાયટીમાં પ્રવેશે છે. સોસાયટીમાં પ્રવેશ્યા બાદ પત્ની અને તેની મિત્ર પાર્કિંગમાં ટુ વ્હીલર પાર્ક કરે છે, જ્યારે પતિ રસ્તા વચ્ચે જ ટુ વ્હીલર પાર્ક કરીને પત્ની પાસે જાય છે.
પાર્કિંગમાં પત્ની પાસે પહોંચતા જ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. આ દરમિયાન પતિ પત્નીને ધક્કો પણ મારે છે અને ફડાકા મારતી પણ દેખાય છે. આ દરમિયાન અચાનક જ પતિએ ગોળીબાર કરી પોતે પણ આપઘાત વહોરી લીધો હતો.