ભાવનગરમાં વિમો પકવવા પત્નીએ જ જીવતા પતિને મારી નાખ્યો
ભાવનગર શહેરમાં રહેતા અને સ્ટાર યુનિયન લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરતા જયેન્દ્રભાઈ રમેશભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 30-12-2024ના રોજ તેમની કંપનીમાં મુબારકભાઈ પીરભાઈ સમા (રહે. કુરેશી મંઝીલ, જમાદારવાળો ખાંચો)નામના શખ્સે તેમની વિમા કંપનીમાં રૂૂા. 24,00,000નો લાઇફ સરલ વિમા પોલીસી લીધી હતી અને તેના પ્રિમીયમ પેટે રૂૂા. 13,765 પણ ચુકવ્યા હતા.અને તેમના વારસદારમાં પત્નિ સાહીનબેન સમાનું પણ નામનો ઉમેરો કર્યો હતો.
જે બાદ ગત તા. 28-4-2025ના રોજ તેમની કંપનીની વેબસાઈટમાં મુબારકભાઈના પત્નિ સાહિનબેને તેમના પતિ મરણ ગયા હોય અને તેના તમામ દસ્તાવેજો કંપનીમાં રજુ કર્યા હતા અને તેમનો રૂૂા. 24 લાખ રૂૂપિયાની કિંમતનો વિમો પકવવા અરજી કરી હતી. જેને લઈને વિમા કંપનીના અધિકારીઓ દ્વારા દંપતિના ઘરે તપાસ હાથ ધરી હતી પરંતુ આ દંપતિ વરતેજ ખાતે રહેવા જતા રહેતા ત્યાં તપાસ કરતા અધિકારીઓને મહિલાના પતિ હયાત હોવાનું જણાતા જયેન્દ્રભાઈ મકવાણાએ આ દંપતિ વિરૂૂદ્ધ ગંગાજળિયા પોલીસ-મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. દંપતિએ પતિના મરણનો દાખલો, દફન વિધીના કાગળો સહિતના બોગસ દસ્તાવેજો ઉભા કરતા તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂૂ કરી છે.