રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરતમાં પતિને બંધક બનાવી પત્ની પર ગેંગરેપ, લૂંટ

04:19 PM Feb 14, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

વહેલી સવારે 3 વાગ્યે બે શખ્સો ઘરમાં ધૂંસી આવ્યા, પતિને બંધક બનાવી પત્નીને ધાબા પર લઇ જઇ રેપ

Advertisement

સુરતના પુણા વિસ્તારમાં લૂંટ વિથ ગેંગરેપની ઘટના બની છે. બે યુવકો મધરાતે ઘરમાં ઘૂસી ચપ્પુની અણીએ લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ પતિને બંધક બનાવી મહિલા પર ગેંગરેપ કર્યો હતો. આ અંગે પુણા પોલીસને જાણ કરાતા ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં નજીકના સીસીટીવીમાં બે શંકાસ્પદ વ્યક્તિ કેદ થઈ ગયા હતા.

પુણા વિસ્તારમાં આવેલા ગીતાનગરમાં એક મકાનમાં રાતે દંપતી ઘરે હાજર હતું. દરમિયાન બે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી પતિને બંધક બનાવી લીધો હતો અને ચપ્પુની અણીએ ઘરમાં લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં પણ લૂંટ ચલાવ્યા બાદ ઘરમાં બંધક બનાવવામાં આવેલી યુવતી પર ગેંગરેપ કરાયો હતો. પતિને નીચે બંધક બનાવી પત્નીને ધાબા પર લઈ જઈ બંને યુવકે વારાફરતી રેપ કર્યો હતો ત્યારબાદ બંને ફરાર થઈ ગયા હતા. આ અંગે સવારે પોલીસને જાણ કરાઈ હતી. પુણા પોલીસે તપાસ શરૂૂ કરી છે.નાયબ પોલીસ કમિશનર આલોક કુમારે જણાવ્યું હતું કે, બે વ્યક્તિ દ્વારા લૂંટ અને ગેંગરેપની ઘટનાને અંજામ અપાયો હતો.

ભોગ બનેલી યુવતીના જણાવ્યા પ્રમાણે, એક સિલ્વર બ્રેસલેટ અને 30 હજાર રોકડની ચપ્પુની અણીએ લૂંટ કરી હતી. ત્યારબાદ ગેંગરેપ આચરવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સાથે મળીને સીસીટીવી અને નિવેદનના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પતિ-પત્ની બંને ઘરમાં હાજર હતા ત્યારે રાત્રે 3 વાગ્યા આસપાસ બંને અજાણ્યા શખ્સો ઘરે ઘૂસી આવ્યા હતા અને ચપ્પુની અણીએ પતિને બંધક બનાવી લીધો હતો. નીચે પતિને બંધક રાખ્યો હતો અને ધાબા પર પત્નીને લઈ ગયા હતા અને બંને યુવકોએ વારાફરતી ગેંગરેપ આચર્યું હતું. લૂંટ અને ગેંગરેપને અંજામ આપ્યા પછી યુવતી અને તેના પતિને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી, જેથી પતિ-પત્ની ડરી ગયા હતા અને સવારે હિંમત કરીને ફરિયાદ નોંધાવા આવ્યા હતા. ફરિયાદી મહિલા પણ શંકાના દાયરામાં હોવાથી તેની પણ ઉલટ તપાસ કરવામાં આવી રહી છે.

Tags :
crimegujaratgujarat newsrapedsuratsurat news
Advertisement
Advertisement