ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામજોધપુરના પરડવામાં યુવાનની હત્યા નીપજાવનાર પત્ની અને સાળો ઝડપાયા

01:32 PM Dec 03, 2025 IST | Bhumika
Advertisement

જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક વાડીમાં ખેત મજૂરી કામ કરતા શ્રમિક યુવાન ઉપર તેની જ પત્ની અને સાળાએ લાકડાના ધોકા વડે હુમલો કરી હત્યા નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને કોથળામાં પથ્થર સાથે બાંધીને કુવામાં ફેંકી દીધો હતો. જે હત્યા નીપજાવનાર પત્ની અને સાળાની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને બે દિવસના રિમાન્ડ પર લેવાયા છે.

Advertisement

જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં રહેતા ખેડુત નાગાભાઈ ભીખાભાઈ જાડેજા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સોહમ ઉર્ફે કાળુ રામકીશનભાઈ ભાભોર કેજે છેલ્લા કેટલાક દિવસથી લાપતા બન્યો હતો, અને તેની પત્ની રાધાબેન તેમજ તાજેતરમાં જ તેમની સાથે કામ કરવા માટે આવેલો રાધા બેનનો ભાઈ પત્તલસિંગ ગુલસિંગ ધારવે કે જે બંનેએ સોહમ ના માથા પર ધોકો ફટકારી હત્યા નિપજાવી મૃતદેહ ને કોથળામાં પથ્થર સાથે બાંધીને કૂવામાં ફેંકી દીધો હતો, અને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ વાડી ના કુવા માથી દુર્ગંધ આવતાં સમગ્ર પ્રકરણ જાહેર થયું હતું, અને પોલીસે મૃતદેહ ને બહાર કઢાવ્યા બાદ પોલીસ દ્વારા સોહમની પત્ની રાધાબેન ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેણે હત્યા કર્યાની કબુલાત કરી લીધી હતી, અને ભાઈ બહેન બંનેએ ભેગા મળીને હત્યા કર્યાનું સામે આવ્યું હતું.

દરમિયાન પોલીસ દ્વારા પત્ની રાધાબેન અને મૃતકના સાળા પતલસિંહ ની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી હત્યામાં વપરાયેલો ધોકો વગેરે કબજે કરી લેવાયા છે. બંને આરોપીઓને વધુ પૂછપરછ માટે પોલીસે અદાલત સમક્ષ રજૂ કરી બે દિવસના રિમાન્ડ પર સીધા છે, તેની ઘનિષ્ઠ પૂછપરછ જવાઇ રહી છે. બનાવી રાતે મૃતક પોતાની આગલા ઘરની પુત્રીને દારૂૂના નશામાં અડપલા કરી હેરાન પરેશાન કરી રહ્યો હોવાથી તેનો કાંટો કાઢી નાખવા માટે ભાઈ બહેનને આ કૃત્ય કર્યું હોવાની કબુલાત આપી છે.

Tags :
crimegujaratgujarat newsJamjodhpurJamjodhpur newsmurder
Advertisement
Next Article
Advertisement