ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

તું રેશ્મા પાસેથી કેમ પૈસા માગે છે? કહી યુવાન પર છરીથી હુમલો

04:18 PM Jul 25, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

મહિલાને ઉછીના આપેલા 400 રૂપિયા પરત માગતા મામલો બિચકયો

શહેરના ગોકુલધામ પાસે રહેતા યુવાને તેમના ઘરની ઉપરના માળે ભાડે રહેતા મહીલાને ઉછીના આપેલા રૂપીયા 400ની પરત ઉઘરાણી કરતા મહીલાના મિત્રએ ઘર પાસે આવી તુ રેશ્મા પાસે કેમ પૈસા માંગે છે? કહી ધમકી આપી છરી વડે હુમલો કર્યો હતો.

બનાવની મળતી વિગતો અનુસાર ગોકુલધામ આવાસ કવાર્ટરમાં રહેતા સુભાષભાઇ ઉજાગરલાલ પાલ (ભરવાડ) (ઉ.45) એ ફરીયાદમાં કાના નામના શખ્સનું નામ આપતા તેમની સામે ગુનો નોંધાયો છે. સુભાષભાઇએ જણાવ્યું હતું કે ગત તા.22ના રોજ તેમના ઘરના ત્રીજા માળે રહેતા રેશ્માબેનને દીકરી માટે દુધ લેવા જવું હોય ઉછીના 400 રૂપીયા આપ્યા હતા ત્યારબાદ આ પૈસા બીજા દિવસે પરત માંગતા તેમણે તેમના મિત્ર કાનાને વાત કરતા કાનો ઘર પાસે આવ્યો હતો અને તેં રેશ્મા પાસેથી કેમ પૈસા માંગ્યા? કહી ઝઘડો કરી હવે પૈસા માંગીશ તો જાનથી મારી નાખીસ તેવી ધમકી આપી હતી અને છરી વડે હુમલો કરતા હાથમાં 10 થી 12 ટાંકા આવ્યા હતા. આ મામલે માલવીયા પોલીસે ગુનો નોંધ્યો હતો.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement