ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

તમે મારો દારૂ પોલીસમાં કેમ પકડાવ્યો? કહી મામા-ભાણેજ પર છરીથી હુમલો

04:28 PM Aug 20, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

પોલીસને બાતમી આપ્યાની શંકાએ આજે તમને મારી જ નાખવા છે કહી આપી ધમકી: મહિલા સહિત ચાર સામે ગુનો નોંધાયો

ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપની પાછળ આવેલા આંબેડકરનગરમાં પોલીસને દારૂની બાત્તમી આપ્યાની શંકાએ યુવાન અને તેમના ભાણેજ પર એક મહિલા સહિત ચાર શખ્સોએ છરીથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, આંબેડકરનગરમાં રહેતા મોહીત જેન્તીભાઇ ડાંગર (ઉ.વ.26)એ ભારત ચમનભાઇ ચૌહાણ, પુનમ મનીષભાઇ ડાંગર, અશોકભાઇ સિંધવ અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. તા.19ના રોજ તેમના ભાણેજ આશિષ ચંદ્રપાલની પાનની દુકાને ફાકી ખાવા ગયેલ હતો. ત્યાંથી પરત ફરતો હતો. ત્યારે ભારત ચૌહાણ, પુનમ ડાંગર અને અશોક સહિત છ શખ્સોએ ગેરકાયદે મંડળી રચી તને અમારો દારૂ પોલીસમાં કેમ પકડાવ્યો કહી હવે તમને મુકવાના નથી છ મારી નાખવા છે કહી ઢીકાપાટુનો માર માર્યો હતો અને પુનમે છરી કાઢી એક ઘા ઝીંક્યો હતો. તેવામાં મોહીતને બચાવવા વચ્ચે પડેલા તેમના ભાણેજ આશિષને પણ છરીનો ઘા ઝીંકી દેતા બંન્ને ઘવાયા હતા અને થોડીવારમાં મોહીતના મિત્રો દોડી જતાં આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા.

આ બનાવમાં તા.17નાં રોજ ભારતના ઘરેથી રાત્રીના પોલીસે દારૂ કબ્જે કર્યો હતો. પોલીસે દારૂની બાત્તમી આપ્યાની શંકાએ છ શખ્સોએ ગેરકાયદે મંડળી રચી ગાળાગાળી કરી હુમલો કર્યો હતો.

Tags :
attackcrimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement