રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મહિલા પાસે કેમ ગયો? નક્લી પોલીસે ધમકાવી 23 હજાર પડાવ્યા

05:51 PM Jan 27, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ ચુનારવાડ ચોકમાં ભાભીની ડિલિવરી માટે 25 હજાર લઇને જતા યુવક પાસેથી બે શખ્સોએ 23 હજાર લૂંટી લીધા: બંન્ને શખ્સોને ઝડપી લીધા

Advertisement

નકલી પોલીસ બની અમુક તત્વો દ્વારા નાગરિકોને પોલીસ કેસની ધમકી આપી પૈસા પડાવવાના ગુના અગાઉ રાજકોટ પોલીસમાં નોંધાઈ ચુક્યો છે.ત્યારે રાજકોટના થોરાડા પોલીસમાં વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.ત્યારે ચોટીલાના લાખણકામાં રહેતા યુવાનને ચુનારાવાડ ચોક પાસે આવેલ મકાનની ડેલીએ એક સ્ત્રી પાસે ગયો હોવાનું કહીં નકલી પોલીસે રૂૂ.23 હજાર ખંખેરી લીધાં હતા.બનાવ અંગે થોરાળા પોલીસે બે શખ્સોને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.

વધુ વિગતો મુજબ,ચોટીલાના લાખણકા ગામમાં રહેતાં ભાવેશભાઇ વિઠ્ઠલભાઇ ખોરાણી (ઉ.વ 30) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમનો મોટો ભાઈ કેતન પત્ની સાથે ગ્રીન લેન્ડ ચોકડી પાસે ભાડાના મકાનમાં રહે છે. તેમના ભાભીને ડિલીવરી આવવાની હોવાથી રાજકોટ રૈયા રોડ ઉપર આવેલ પાયલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતા.જેથી ગઇ તા.25 ના બપોરના સમયે તે તેમજ તેના કાકા હું વાલજીભાઈ, કાકી સહિતના રાજકોટ હોસ્પિટલ ખાતે આવેલ હતા અને ત્યાં સાંજ સુધી રોકાયા બાદ ભાઈ કેતનના ઘરે આરામ કરવા માટે જવુ હોવાથી એક્ટીવા લઈને સાંજના સાતેક વાગ્યે હોસ્પિટલથી નીકળેલ અને હોસ્પિટલના ખર્ચ માટે ઘરેથી લાવેલ રૂૂ.25 હજાર એક્ટીવાની ડેકીમાં રાખી દીધા હતા.

તે ફરતો-ફરતો ચુનારાવાડ ચોક, ભાવનગર રોડ બાજુ ગયો હતો.બાદમાં તે ચુનારાવાડ ચોકથી ભાવનગર રોડ અમુલ સર્કલથી નેશનલ હાઇવે તરફ જતા 80 ફુટ રોડ ઉપર એક્ટીવા ચલાવી જતો હતો ત્યારે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં તેમની પાછળથી એક ડબલ સવારી નંબર પ્લેટ વગરના બ્લુ કલરના એક્સેસમાં બે શખ્સો ઘસી આવ્યા હતા અને કહેલ કે,તુ અહીં શું રખડે છે.જેથી તેને કહેલ કે,હું હસ્પિટલથી મારા ભાઈના ઘરે જાવ છું, કહેતાં આરોપીએ અમે પોલીસમાં છીએ,તું ચુનારાવાડ ચોક પાસે આવેલ એક મકાનની ડેલી પાસે ઉભેલ એક સ્ત્રી પાસે ગયેલ હતો જેથી તારી પાછળ પાછળ આવીને તને પકડેલ છે, તારા ઉપર પોલીસ કેસ કરવાનો છે, તારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવવુ પડશે.

જેથી યુવાન ગભરાઇ ગયો હતો અને કહ્યું કે, મારા ભાભી હોસ્પિટલમાં દાખલ છે અને મારે ત્યાં જવુ પડે તેમ છે તમે તમારી રીતે કાંઇ થતુ હોય તો પુરૂૂ કરો જેથી બન્નેએ કહેલ કે, તારા ગુગલ પે એકાઉન્ટમાં કેટલા રૂૂપિયા પડેલ છે જેથી કહેલ કે, મારા એકાઉન્ટમાં રૂૂ. 4500 જેટલા પડેલ છે. જેથી પાછળ રહેલ શખ્સે એક્ટીવાની ચાવી લઈ ડેકી ખોલીને જોતા તેમાં રાખેલ રોકડ રૂૂ. 25 હજાર પડેલ હોય તે જોઇ ગયેલ અને બન્નેએ કહેલ કે, જો તારા ઉપર કેસ થવા દેવો ન હોય તો આ રૂૂપિયા અમને આપી દે જેથી તેને ના પાડેલ અને કહેલ કે, આ રૂૂપિયા મે દવાખાનાના કામ માટે રાખેલ છે.

તમને નહી આપુ તેમ કહેતા બન્ને શખ્સો ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા અને પોલીસ સ્ટેશન લઇ જવાનુ કહેતા તે ડરી ગયેલ જેથી તેમને પૈસા લઇ જવાનુ કહેતા ડેકીમાંથી પૈસા કાઢી લીધાં હતા.બાદમાં અજાણ્યાં શખ્સે કહેલ કે, તારે દવાખાનાનુ કામ છે જેથી રૂૂ.2 હજાર તને પાછા આપુ છુ, તેમ કહી રૂૂ. 23 હજાર લઇ લીધા હતા અને ત્યાંથી જતા રહેવાનુ કહેતા તે ત્યાંથી નીકળી ગયા હતા.બાદમાં થોડે દુર હાઇવે રોડના સર્વિસ રોડ ઉપર જઇને એક અજાણ્યા ભાઈને હકિકત જણાવતા તેમને કહેલ કે,પોલીસનું ખોટુ નામ દઈ પણ તારી પાસેથી પૈસા લઇ ગયેલ હોય તેવુ પણ બની શકે છે. જેથી 100 નંબરમાં ફોન કરતા પોલીસની ગાડી આવતા તે થોરાળા પોલીસ સ્ટેશન ખાતે આવી પીઆઇ એન.જી.વાઘેલને હકીકત જણાવી ફરીયાદ નોંધાવી હતી.આ ઘટના બાદ થોરાળા વિસ્તારમાં જ રહેતાં બંને નકલી પોલીસમેનને પકડી સઘન પૂછતાછ આદરી હતી.

નિર્દોષ લોકોને કેસમાં ફસાવવાનો ડર બતાવી પૈસા પડાવતા નકલી પોલીસને પકડવા ‘અસલી’ પોલીસને પડકાર
છેલ્લા એકાદ મહિનાથી રાજકોટ શહેરમાં નકલી પોલીસના નામે નિર્દોષ વ્યક્તિને પોલીસ કેસમાં ફસાવી લૂંટ ચલાવી કે પૈસા પડાવવાના ગુનામાં રૌફ જમાવતા શખ્સોએ અસલી પોલીસને પડકાર ફેંક્યો છે.તાજેતરમાં ડીસીપી જગદીશ બાંગરવાએ રાજકોટના નાગરિકોને મેસેજ આપ્યો હતો કે,પોલીસની ઓળખ આપી કેસમાં ફિટ કરવાની કોઈ ધમકી આપે કે નાણાં પડાવે તો નજીકના પોલીસમાં જાણ કરવી..

 

Tags :
crimefake policegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement