રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તું મારી ઘરવાળી સાથે કેમ વાતો કરે છે? કહી પાડોશી બંધુએ ધોલધપાટ કરી તરુણનો હાથ ભાંગી નાખ્યો

04:53 PM Oct 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરના કોઠારીયા રોડ પર તરૂણને ગાડી લેવા જવાનું કહી પાડોશી બંધુઓ કારમાં લઇ ગયા બાદ ધોલધપાટ કરતા તરૂણને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પીટલે ખસેડયો હતો. આ મામલે આજીડેમ પોલીસમાં ફરીયાદ નોંધાઇ હતી.

બનાવની વિગતો અનુસાર, કોઠારીયા મેઇન રોડ મંગળ પાર્કમાં રહેતા જલ્પાબેન કૌશિકભાઇ ભેસાણીયા (ઉ.36)એ ફરીયાદમાં તેમના પાડોસમાં રહેતા વિજયભાઇ પોકળ અને કલ્પેશભાઇ પોકળનું નામ આપતા તેમની સામે ફરીયાદ નોંધાવી છે. જલ્પાબેને ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે પુત્ર જસ્મીન (ઉ.વ.17) ઘરે આવી વાત કરતા જણાવ્યું હતું કે, બપોરના સમયે પાડોસમાં રહેતા વિજય પોકળનો ફોન આવ્યો અને ગાડી લેવા જવાનું કહી દ્વારકાધીશ હોટેલ પાસે બોલાવી વિજયભાઇ અને તેના ભાઇ કલ્પેશભાઇ કાર લઇ આવત તેમાં જસ્મીન બેસી ગયો હતો અને ત્યારબાદ કોઠારીયા રોડ પર ગેરેજ પાસે લઇ જઇ વિજયભાઇએ કહ્યું કે તું મારી પત્ની સાથે કેમ વાતો કરે છે ? કહી ગાળો આપી ફડાકા ઝીંકી દીધા હતા તેમજ લાકડાના ધોકા વડે પગમાં ત્રણથી ચાર ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ તેમની પત્ની અને પાડોશીઓ ત્યાં આવી ગયા હતા અને વિજયભાઇના પત્ની સ્વેતાબેને કહ્યું કે અમારા બન્ને વચ્ચે કાંઇ નથી.

બાદમાં પાડોસીઓ એકઠા થઇ જતા વધુ મારમાંથી છોડાવ્યો હતો અને 108 મારફતે હોસ્પીટલે સારવાર કરાવતા હાથમાં ફેકચર હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે આજીડેમ પોલીસે તપાસ શરૂ કરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement