અહીંયા કેમ ઊભો છે ? કહી ફાળદંગ ગામે યુવાન પર શખ્સનો લાકડીથી હુમલો
રાજકોટ શહેરના કુવાડવામા આવેલા ફાળદંગ ગામે હનુમાનજી મંદિર પાસે ઉભેલા યુવાનને ગામમા રહેતા શખ્સે અહી કેમ ઉભો છે કહી લાકડી વડે માર મારતા તેમને સારવાર માટે સિવીલમા ખસેડાયો હતો. આ ઘટનામા કુવાડવા પોલીસે આરોપી વિરુધ્ધ ગુનો નોંધ્યો છે.
વધુ વિગતો મુજબ મુળીના વગડીયા ગામે રહેતા મુકેશ માણસુરભાઇ પરમાર નામનો ર6 વર્ષનો યુવાન ગઇ તા 17 ના રોજ બપોરના સમયે ફાળદંગ ગામે આવેલા હનુમાનજી મંદિર પાસે ઉભો હતો ત્યારે ગામમા રહેતા જનકભાઇ કાઠી દરબાર નામના શખ્સે યુવાનને તુ અહી કેમ ઉભો છે કહી બોલાચાલી કર્યા બાદ લાકડી વડે ડાબા હાથમા ઘા કરતા મુકેશને હાથ પર ગંભીર ઇજા થઇ હતી અને આરોપીએ યુવાનને ગાળો આપી અને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કર્યો હતો ઘવાયેલા યુવાનને સારવાર માટે સિવીલમા ખસેડયો હતો આ મામલે કુવાડવા પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવતા એસસીએસટી સેલના એસીપી ચીંતનકુમાર પટેલે તપાસ શરૂ કરી છે.