કાં દીકા કયાં ગઇ હતી ? રિક્ષામાં પીછો કરી પૂર્વ પ્રેમીની પરિણીતાની છેડતી
જામનગર રોડ પર રહેતા પરિણીતાનો પૂર્વ પ્રેમી ભરત મૂળજી ચંદ્રપાલે રીક્ષામાં પીછો કરી કા દીકા ક્યાં ગઈ હતી ? કહી અને મોબાઈલમાં ફોન કરી ધમકી આપતા યુનિવર્સીટી પોલીસમાં છેડતીની ફરિયાદ નોંધાઈ હતી.પરિણીતાએ તેમની ફરિયાદમાં આક્ષેપો કર્યા હતા કે,તેણી સાતેક વર્ષથી ભરતભાઈ મુળજીભાઈ ચંન્દ્રપાલને ઓળખે છે તેમને લગ્ન પહેલા અગાઉ મારે ભરત સાથે પ્રેમ સંબંધ હતો અને હાલ તેમને ભરત સાથે કોઇ પ્રકારનો વ્યવહાર નથી.
આમ છતાં આજથી આશરે ચારેક મહીના પહેલા મહિલા બજારમાંથી વસ્તુ ખરીદ કરીને ઓટો રીક્ષામાં બેસીને પાછી આવતી હતી. ત્યારે ઘંટેશ્વર રોડ નવા 150 ફુટ રીંગ રોડ ઉપર પહોંચતા આરોપી ભરતભાઈ ચંન્દ્રપાલે રીક્ષાની બાજુમાંથી પોતાની રીક્ષા લઇને પસાર થતો હોય તે મને જોઇ જતા ચાલુ રીક્ષાએ મહિલાને કહેલ કે કા દીકા કયા ગઇ હતી ? જેથી મહિલાએ તેને કોઇ જવાબ આપેલ ન હતો.જેથી આ ભરત મહિલા બેઠેલ હતી તે રીક્ષાની પાછળ આવ્યો હતો અને બાદમાં તેની ઓટો રીક્ષા લઈને ત્યાથી ક્યાંક જતો રહેલ હતો.
બાદ, ગઈ તા. 11/10ના રોજ મહિલા પોતાના ઘરે હતી ત્યારે આ ભરતે તેના મોબાઇલ ફોનમાંથી મહિલાના પતિને ફોન કરીને ગાળો આપવા લાગેલો અને મને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યો હતો.આ મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.
