For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરના દરિયાખેડૂ પાસેથી 1.35 કરોડની વ્હેલ માછલીની ઊલટી મળી

11:38 AM Mar 05, 2025 IST | Bhumika
ભાવનગરના દરિયાખેડૂ પાસેથી 1 35 કરોડની વ્હેલ માછલીની ઊલટી મળી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામનો યુવાન પંદર દિવસ પહેલા દરિયો ખેડવા ગયો હતો.એ સમયે તેને દરિયામા પડેલ વ્હેલ માછલી ની ઉલટી મળી આવી હતી.જે ઘરે લાવેલ હતો.એ બાબત ની જાણ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને થતા આજે માછીમાર યુવક ના કબ્જામાંથી મેળવી ફોરેસ્ટ ટીમ ને બોલાવી ખરાઈ કરી યુવકની અટકાયત કરી ફોરેસ્ટ ને હવાલે કરેલ હતો.એમ્બર ગ્રીસ ની બજાર કિંમત રૂૂ.1,35,80000/-ની આંકવામાં આવી છે.

Advertisement

તળાજા પોલીસ ને એલ.સી.બી પોલીસે ચોક્કસ બાતમી મળવા મા વધુ એક વખત પાછળ રાખીદીધી હોય તેવી ઘટના ની મળતી વિગતો મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમના તરુણભાઈ નાંદવા, અરવિંદભાઈ બારૈયા, અશોકભાઈ ડાભી અને પ્રવીણભાઈ ગલચર એ ચોક્કસ બાતમી ના આધારે બપોરબાદ સરતાનપર બંદર ગામના મેહુલ ઉર્ફે છોટુ રમેશભાઈ બાંભણીયા ની અટકાયત કરી તેના કબ્જામા રહેલ વ્હેલ માછલી ની ઉલ્ટી(એમ્બરગ્રીસ) પકડીપાડી હતી.વ્હેલમાછલી ની ઉલટી નો વિષય ફોરેસ્ટ વિભાગ મા આવતો હોય તળાજા ને જાણ કરતા વ્હેલ માછલી ની ઉલટી ની ખરાઈ માટે નિષ્ણાત અધિકારી ને બોલાવી ખરાઈ કર્યા બાદ પોલીસે આરોપી યુવક ની અટકાયત કરી તળાજા પોલીસ મથકે લાવવામા આવેલ.ઉલટી નો વજન 1કિલો,358 ગ્રામ થતા તેની બજાર કિંમત એક કરોડ પાંત્રીસ લાખ એંશીહજાર આંકવામા આવી છે.

પોલીસે આરોપીનો કબ્જો તળાજા ફોરેસ્ટ વિભાગ ને સોંપેલ હતો.હવે ફોરેસ્ટ વિભાગ આરોપી ની પૂછ પરછ થી લઈ કોર્ટમાં રજૂ કરવા સુધીની કાર્યવાહી કરશે.ફોરેસ્ટ તંત્ર એ જણાવ્યું હતુ કે વ્હેલ માછલી શેડ્યુલ-1મા આવતું પ્રાણીહોય તેની કોઈપણ વસ્તુ રાખવી તે બિન જમીનપાત્ર ગુન્હો બને છે.પાણીમા હોય તે સમયે ઉલટી પ્રવાહી હોય છે.બાદ સાકર ના ખાંગડા જેવી જોવા મળે છે.ઉલ્લેખનીય છેકે તળાજા કે ભાવનગર પંથકમાં એમ્બરગ્રીસ ની ખરીદી કરી શકે તેવો કોઈ વ્યક્તિ આજ સુધી ધ્યાને આવેલ નથી.

Advertisement

મોબાઈલમાં ઊલટી જોઈ હતી: આરોપી

દરિયામા માછીમારી કરવા એકલોજ ગયોહતો.એ સમયે વ્હેલ માછલી ની ઉલટી કિનારે થી મળી હતી.તેમ કહેનાર આરોપી મેહુલ બાંભણીયા એ જણાવ્યું હતુ કે મોબાઈલ મા જોઈ હતી તેના પરથી હું ઓળખી ગયોહતો.બજારમા ક્યાંય વેચવા ની કોશિશ કરી ન હતી.આરોપી સરતાનપર ગામમાં પાન મસાલા ની દુકાન ચલાવે છે.તળાજા વન વિભાગના ફોરેસ્ટર માયડા એ જણાવ્યું હતુ કે વ્હેલ માછલીની ઉલટી જ છેકે કેમ તે માટે એફ.એસ.એલ અધિકારી પાસે પરીક્ષણ કરાવ્યા બાદ કબ્જે લીધેલ.હજુ વધુ લેબોરેટરી માટે મોકલવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement