For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી નજીક હથિયાર બનાવવાની ફેકટરી ઝડપાઈ

01:38 PM Jun 04, 2025 IST | Bhumika
મોરબી નજીક હથિયાર બનાવવાની ફેકટરી ઝડપાઈ

ગેરકાયદેસર હથિયાર બનાવવાના સાધનો સાથે માળિયાના શખ્સની ધરપકડ, ચરાડવાના શખ્સનું નામ ખુલ્યું

Advertisement

મોરબીના માળીયામાં પોલીસે ચીખલી ગામે દરોડો પાડી ગેરકાયદેસર હથિયાર બનાવવાની મીની ફેકટરી ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી હતી. જેની પુછપરછમાં ચરાડવાના શખ્સનું નામ ખુલ્યું છે. આ મામલે પોલીસે વિશેષ તપાસ શરૂ કરી છે. યુટયુબમાં જોઈને આ શખ્સ હથિયાર બનાવવાનું શિખ્યો હતો. જેના માટે તેને સાધન સામગ્રી પણ તૈયાર રાખ્યા હતાં.

મળતી વિગતો મુજબ, મોરબીના માળીયાના ચીખલી ગામે ગેરકાયદેસર હથિયાર બનાવવાની ફેકટરી ધમધમતી હોવાની બાતમીના આધારે પોલીસે ચીખલી ગામે દરોડો પાડયો હતો.ચીખલી ગામે મફતીયાપરામાં રહેતાં સલીમ નામના શખ્સના ઘરેથી હથિયાર બનાવવાના સાધનો મળી આવ્યા હતાં. જેની પુછપરછમાં તેણે યુ-ટયુબમાં વિડિયો જોઈને હથિયાર બનાવવાનું શીખ્યો હોય અને તે પોતાના ઘરે જ હથિયાર બનાવવાનું કામ શરૂ કર્યુ હતું. સલીમની વિશેષ પુછપરછ કરતાં આ મામલે ચરાડવાના શખ્સનું પણ નામ ખુલ્યું છે.

Advertisement

ચરાડવાના સિદીક ઉમેદઅલી કાજોડીયાનું નામ ખુલતાં બન્ને વિરૂધ્ધ આમ્સ એકટ હેઠળ પોલીસે ગુનો નોંધ્યો છે. મોરબી પોલીસે માળીયા પાસેથી ઝડપી પાડેલી આ હથિયાર બનાવવાની મીની ફેકટરીમાંથી કટર તેમજ અલગ અલગ લોખંડના પાઈપ તથા વેલ્ડીંગનું મશીન સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે. ઝડપાયેલા સલીમે હથિયાર બનાવીને કોને સપ્લાય કર્યા છે કે કેમ ? તે બાબતે વધુ પુછપરછ શરૂ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement