એરપોર્ટ રોડ ઉપર જીએસટીના આસિસ્ટન્ટ કમિશનરના ઘરે રૂ.2.48 લાખની ચોરીમાં વોન્ટેડ શખ્સની ધરપકડ
છેલ્લા 14 મહિનાથી ફરાર પાટણના શખ્સને કચ્છથી ઝડપી લેતી એલસીબી ઝોન-2 ટીમ
રાજકોટ સેન્ટ્રલ જીએસટી વિભાગના આસિસ્ટન્ટ કમિશ્નરના ઘરે થયેલી ચોરીમાં 14 મહિનાથી ફરાર પાટણના શખ્સને ઝોન-2 એલસીબીના પીએસઆઈ આર.એચ.ઝાલા અને તેમની ટીમે બાતમીના આધારે કચ્છથી ઝડપી લીધો હોત. પકડાયેલ શખ્સ સામે 17 જેટલા ગુન્હા નોંધાયા છે.
મળતી વિગતો મુજબ એરપોર્ટ મેઇન રોડ ઉપર 11/1 ઇન્કમટેક્સ સોસાયટી દિવ્યસિધ્ધી પાર્કની બાજુમા નક્ષ નામના મકાનમાં રહેતા રાજકોટ સેન્ટ્રલ જીએસટી વિભાગના આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે ફરજ બજાવતા શિવદાસ પિંતાબરભાઈ મેનન ગઈ તા.11/10/2024 ના રોજ પરિવાર સાથે દ્વારકા તથા સોમનાથ ખાતે દર્શન કરવા માટે ગયા ત્યારે તેમના બંધ મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. મકાનના દરવાજાનુ તાળુ નકુચા તોડી દાગીના અને રોકડ મળી કુલ રૂૂ.2. 48 લાખની ચોરી થઇ હતી.આ ચોરીમાં સંડોવાયેલ પકડાયેલ પાટણના વારાહીના અંબીકા સોસાયટી પાછળ વાડી વિસ્તારમાં રહેતા કિશોર માવજીભાઇ વારૈયાની સંડોવણી ખુલી હતી. છેલ્લા 14 મહિનાથી ફરરર કિશોર કચ્છમાં હોવાની ઝોન-2 એલસીબીની ટીમને માહિતી મળી હતી. જેના આધારે વોચ ગોઠવી ઝોન-2 એલસીબીની ટીમે ગાંધીધામ માંથી કિશોર માવજીભાઇ વારૈયાની ધરપકડ કરી હતી.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઇની સુચનાથી એલસીબીના પીએસઆઈ આર.એચ.ઝાલા સાથે અંકિતભાઈ નિમાવત અને અમીનભાઈ ભલુરે કામગીરી કરી હતી.