For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં મહિલા પોલીસના ઘરેથી વોન્ટેડ આરોપી અને દારૂ ઝડપાયો

01:52 PM Nov 14, 2025 IST | admin
ભાવનગરમાં મહિલા પોલીસના ઘરેથી વોન્ટેડ આરોપી અને દારૂ ઝડપાયો

એટ્રોસિટીની ફરિયાદ થયેલ આરોપીને આશરો આપવા બદલ બે મહિલા પોલીસ કર્મી સહિત ત્રણની ધરપકડ

Advertisement

ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલના ઘરેથી દારુ અને વોન્ટેડ આરોપી ઝડપાતા પોલીસે બે મહિલાકર્મી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવલી ગામે વાડી વિસ્તારમાં આવેલ પીપરલા રોડ પર રહેતા પાર્થ દિનેશ ધાંધલ્યા વિરુદ્ધ એટ્રોસિટી અંગે ફરિયાદ દાખલ થઈ હતી. આ ગુનો નોંધાયા બાદ આરોપી વોન્ટેડ હોય આરોપીને ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલ પાછળ આવેલ રોયલ પાર્ક પ્લોટ નંબર.18માં રહેતી અને ભરતનગર પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નયનાબેન નાનજીભાઈ બારૈયા નામની મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરમાં આશરો આપ્યો હોવાની બાતમી SC-ST સેલની ટીમને મળી હતી.

SC-ST સેલ અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરી રોયલ પાર્કમાં રહેતી મહિલા કોન્સ્ટેબલના ઘરે દરોડો પાડતા ભાગેડુ આરોપી પાર્થ દિનેશ ધાંધલીયા ઉં. વ. 26 હાજર મળી આવ્યો હતો અને ઘરની તલાસી લેતા ઘરમાંથી એક ઇંગ્લિશ દારૂૂની બોટલ અને એક બિયરનું ટીન ખાલી મળી આવ્યું હતું.

મહિલા કોન્સ્ટેબલ નયના નાનજીભાઈ બારૈયા ઉ.વ.34 તથા અન્ય એક મહિલા કોન્સ્ટેબલ ઉષા ભુપતભાઈ જાની ઉં.વ.29 રહે.વિદ્યાનગર નવી પોલીસ લાઈન વાળી પણ ઘરમાં હાજર મળી આવેલ આથી SC-ST સેલની ટીમ તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બે મહિલા કોન્સ્ટેબલ અને એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરી ત્રણેય વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ બનાવને લઈને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.

આ અંગે ડીવાયએસપી રીમા ઝાલાએ જણાવ્યું હતું કે, 13-9 ના રોજ મારામારી તેમજ એટ્રોસિટી કલમ અંતર્ગત આરોપી અનિલ રણછોડભાઈ બારૈયા, મુકેશ રણછોડભાઈ બારૈયા તથા બે અજાણ્યા ભાણેજો વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો, જે અંતર્ગત તમામ આરોપીઓ ફરાર થઇ જતા આરોપીની શોધખોળ કરવા વિવિધ ટિમો બનાવી
આરોપીઓની શોધખોળ ચાલુ કરવામાં આવી હતી, આરોપીઓ ન મળતા તેઓ વિરુદ્ધ વોરન્ટ મેળવ્યો હતો, આ તમામ કાર્યવાહી બાદ રોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ આરોપીઓના સગા થાય છે, તેમના ઘરે આરોપીઓ હોવાની શંકા હોય SC-ST સેલની બે ટીમો તથા પેરોલ ફર્લો દ્વારા ઘરની ઝડતી કરવામાં આવેલ, અને ઝડપી દરમિયાન પાર્થ દિનેશભાઈ ધાંધલ્યા ફરિયાદી દ્વારા ઓળખી બતાવવામાં આવેલ. મહિલા કોન્સ્ટેબલ દ્વારા આરોપીઓને આશરો આપવા માટે બીએનએસની કલમ અંતર્ગત રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, પાર્થ ને પણ અટક કરવામાં આવ્યો છે, નયનાબેન મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે તે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને તેના ઘરની ઝડપી દરમિયાન દારૂૂની બોટલ મળી આવી હતી અને સમગ્ર બનાવ બાદ બંને મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેમજ આરોપી પાર્થ ત્રણેય ઉપર પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને વધુ તપાસ ચાલી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement