For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢ રેન્જના સાયબર સેલનું આઇડી હેક કરી રૂપિયા 73.72 લાખ અનફ્રીઝ કરવા વોલિન્ટિયરે મેઇલ કર્યા’તા

04:50 PM May 20, 2025 IST | Bhumika
જૂનાગઢ રેન્જના સાયબર સેલનું આઇડી હેક કરી રૂપિયા 73 72 લાખ અનફ્રીઝ કરવા વોલિન્ટિયરે મેઇલ કર્યા’તા

Advertisement

ચાર બેંકમાં ફ્રીઝ કરવામાં આવેલા 73.72 લાખ અનફ્રીઝ કરવા જૂનાગઢ રેન્જના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું ઇમેઈલ આઇડી એકાઉન્ટ હેક કરી અને મેઈલ કરી છેતરપિંડી આચરનાર અમદાવાદથી સાયબર પોલીસે વિશાલ વાળંદ નામના શખ્સની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી.

જૂનાગઢ રેન્જના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું ઇમેઈલ આઇડીને હેક કરી તેનો લોકિંગ સિસ્ટમ, પાસવર્ડ અને એક્સેસ કંટ્રોલ મેળવી સાયબર પોલીસ સ્ટેશનના પીએસઆઇ જી. બી. સિસોદિયા તરીકે ઓળખ આપી આઈસી આઈ સીઆઈ, એસબીઆઈ, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંકમાં ફ્રીઝ કરાયેલા રૂૂપિયા 73,72,022 અનફ્રીઝ કરવા ઓફિશિયલ ઇમેઇલ કરી અજાણ્યા શખ્સે ઓનલાઇન છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાનું સાયબર પોલીસ સ્ટેશનના વાયરલેસ પીએસઆઇ એન. એ. જોશી વગેરેને ધ્યાન પર આવતા ગઈ તારીખ 4 મેના રોજ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી પીઆઈ સી. વી. નાયકે તપાસ હાથ ધરી હતી.એક વર્ષ પહેલા આ મામલે બેંકમાંથી મેઇલ આવ્યો હતો. જેમાં સાયબર પોલીસ દ્વારા જે ઈમેલ આઇડી ઇમેલ મોકલવામાં આવ્યો હતો તેનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું પરંતુ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ઇમેઇલ બેંકમાં ન મોકલતા મામલો બહાર આવ્યો હતો.

Advertisement

તપાસ હાથ ધરતા પોલીસનો સાયબર વોલિન્ટિયર વિશાલ વાળંદે પોતાના લેપટોપમાંથી ઇમેઇલ કર્યો હોવાનું ખુલતા તેને અમદાવાદથી ઉઠાવી લઈ વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. મુંબઈ જઈને એક મજૂરને નિશાન બનાવ્યો હતો : પોલીસ વિશાલ વાળંદ અમદાવાદ ખાતેના અલગ અલગ પોલીસ મથકમાં સાયબર ક્રાઇમ માટે મદદ કરતો હતો. પોતે સાયબર એક્સપર્ટ હોવાથી કેવી રીતે છટકી શકાય તે અંગે પણ જાણકાર હતો.

જેથી શખ્સે મુંબઈ જઈને એક મજૂરને નિશાન બનાવ્યો હતો અને તેના મોબાઈલ ફોનમાંથી પોતાના લેપટોપમાં વાઇફાઇ કનેક્ટ કરી બેંકોમાં ફ્રીઝ કરાયેલા રૂૂપિયા 73.72 લાખ અનફ્રીઝ કરવા બેંકોને ઇમેઇલ કર્યા હતા. આ માહિતી મળતા ટેકનિકલ મદદથી મજૂર સુધી પોલીસ પહોંચી હતી અને તેણે વિશાલ વાળંદનું નામ આપતા અમદાવાદ ખાતેથી ધરપકડ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement