બિહારમાં VIP પાર્ટીના વડા અને પૂર્વ મંત્રી મુકેશ સાહનીના પિતાની કરપીણ હત્યા
70 વર્ષના જીતન સાહનીનો મૃતદેહ ઘરમાં જ વિકૃત હાલતમાં મળી આવ્યો
વિકાસશીલ ઈન્સાન પાર્ટી પાર્ટીના વડા અને બિહાર સરકારના પૂર્વ મંત્રી મુકેશ સાહનીના પિતા જીતન સાહનીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દેવામાં આવી છે. સૂત્રો મુજબ તેમની ઘરમાં જ હત્યા કરવામાં આવી હતી. દરભંગાના એસએસપીએ આ વાતની પુષ્ટિ કરી છે.
એસએસપી જગુનાથ રેડ્ડીએ જણાવ્યું હતું કે, જીતન સાહનીનો મૃતદેહ ઘરની અંદર વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. જીતન સાહનીનું ઘર દરભંગાના સુપૌલ બજારની અફઝલા પંચાયતમાં છે. જીતન સાહનીની ઉંમર 70 વર્ષની છે. ઘરમાં ઘરવખરી અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળી છે. પોલીસ આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
બિહારમાં, મુકેશ સાહની વિકાસશીલ ઇન્સાન પાર્ટીના વડા છે. તેમની પાર્ટી ચૂંટણી પહેલા જ મહાગઠબંધનમાં સામેલ થઈ ગઈ હતી. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ડીલ મૂળ તો મુકેશ સાહની અને આરજેડી વચ્ચે થઈ હતી. મુકેશ સાહનીની એક ઓળખ નસન ઑફ મલ્લાહથ છે. સાહની મૂળભૂત રીતે (મલ્લાહ/નિષાદ) રાજકારણ કરે છે. જો આપણે મતોની વાત કરીએ તો બિહારમાં નાવિકોની વસ્તી લગભગ સાત ટકા છે. તે જ સમયે, સાહનીનો અંદાજ છે કે આ સમુદાયની સંખ્યા લગભગ 14 ટકા છે.