સરધાર વેપારી હુમલા પ્રકરણમાં ગ્રામજનોની પોલીસ કમિશનરને રજૂઆત, આરોપીનું સરઘસ કાઢવા માગણી
રાજકોટ - ભાવનગર હાઈવે પર આવેલા સરધાર ગામમા થોડા દિવસ પહેલા આટકોટનાં માથાભારે સીકંદર જુમાભાઈ સાંધ અને તેના પુત્ર અરશદ સીકંદર સાંધ દ્વારા વેપારીએ ટાવર ઉધાર ન આપતા વેપારી પર હુમલો કર્યો હતો આ ઘટતામા પોલીસ દ્વારા કોઇ નકકર કાર્યવાહી કરવામાં ન આવતા સરધાર ગામ રામ રોષ પુર્ણ જડબેસલાખ બંધ રહ્યું હતુ. આ ઘટનામાં વેપારી મયુરભાઈની ફરિયાદ પરથી પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટનામાં આજે સરધારના વેપારીઓ અને ગ્રામજનો આજે પોલીસ કમિશનર કચેરીએ સીપી બ્રજેસ ઝાને રજૂઆત કરવા દોડી આવ્યા હતા જેમાં ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે આરોપીઓ માથાભારે અને કુખ્યાત હોય તેની સામે કડક પગલાં લેવા જોઈએ જે પોલીસ દ્વારા લેવામાં આવ્યા નથી.આરોપીઓનું સરધાર ગામમાં સરઘસ કાઢવામાં આવે અને પાસા જેવી કડક કાર્યવાહી કરી તેમને જેલમાં ધકેલવામાં આવે તેમજ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો જિલ્લા અને તાલુકા સ્તરે આવેદનો આપવામાં આવશે અને ગ્રામજનો દ્વારા અચોક્કસ મુદતનું આંદોલન કરી ગામ બંધ પાડશે.