પ્રભાસપાટણના યુવાનને છરી સાથે મૂકેલો વીડિયો ભારે પડયો : ધરપકડ
12:37 PM Jun 28, 2025 IST | Bhumika
Advertisement
છરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો
પ્ર.પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.વી.પટેલ ની સુચના અને માર્ગદર્શન મુજબ પ્ર.પાટણ પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો પો.સ્ટે.માં વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન પો.હેડ.કોન્સ. કુલદિપસિંહ જયસિંહ તથા પો.કોન્સ. પીયુષભાઇ કાનાભાઇ તથા કરણસિંહ બાબુભાઇ એ નીચે જણાવેલ નામ સરનામા વાળા ઇસમે ઇન્સ્ટાગ્રામ ઉપર છરી સાથેનો વિડિયો સ્ટોરીમાં રાખવા બાબતે ડારી ટોલનાકા ખાતેથી છરી સાથે પકડી લઇ પ્ર.પાટણ પો.સ્ટે જી.પી.એક્ટ કલમ-135 મુજબનો ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે અને આગળની તપાસ પો.હેડ.કોન્સ. કે.જે.પરમાર નાઓ ચલાવી રહ્યા છે.
વેદાંશુ હરસુખભાઇ ડાભી ઉ.વ.19 ધંધો.પ્રા.નોકરી રહે.મેંદરડા વાળા પાસેથી એક પ્લાસ્ટીકના હાથાવાળી રૂૂ.100 ની કિંમતની છરી કબજે કરાઇ છે.
Advertisement
Advertisement