રીબડા ફાયરિંગમાં હાર્દિકસિંહ જાડેજાનો વીડિયો વાયરલ,મેં જ ફાયરિંગ કરાવ્યું
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ચાર જેટલી વીડિયો સ્ટોરી મૂકી રાજદીપસિંહ જાડેજા અને પીન્ટુ ખાટડીને બેફામ ગાળો ભાંડી
રિબડામાં અનિરુદ્ધસિંહના ભત્રીજા જયદીપસિંહ ભગીરથસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર થયેલ ફાયરીંગની ઘટનામાં ફરિયાદ કરનાર પેટ્રોલપંપના કર્મચારી જાવેદે જયરાજસિહ જાડેજા ઉપર શંકા વ્યક્ત કરી હોય તો બીજી બાજુ આ મામલે હાર્દિકસિંહ જાડેજા નામના એક યુવકનો વિડીયો વાયરલ થયો છે. જેમાં પોતાનો વિડીયો વાયરલ કરી અનિરુદ્ધસિંહનાં પુત્ર રાજદિપસિંહ ને બેફામ ગાળો ભાંડી મેં જ ફાયરીંગ કરાવ્યા નુ કહે છે.
આ વિડીયો વાયરલ થતા પોલીસે તે દિશામાં તપાસ શરુ કરી છે.હાર્દિકસિંહ જાડેજા એ વાયરલ કરેલા વિડીયો માં મને છેતરીને ઘા કરી ગયા હતા તેવુ કહી ધર્મેન્દ્રસિંહ ઝાલા (પીન્ટુ ખાટડી) ને પણ ગાળો આપી છે.
રાજદિપસિંહ ને ઉદેશી ને વધુ માં કહ્યુ કે હું અસલી ગરાસીયો છુ.એટલે તારા ઘર પર ફાયરીંગ નથી કર્યા મેં જ પેટ્રોલ પંપ ઉપર છોકરાઓ મોકલી ફાયરીંગ કરાવ્યાં નું જણાવ્યું છે. હાર્દિકસિંહ નામના યુવકનો વીડિયો વાઇરલ આ મામલામાં ત્યારે મોટો વળાંક આવ્યો, જ્યારે હાર્દિકસિંહ જાડેજા નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ચાર જેટલા વીડિયોની સ્ટોરી મૂકવામાં આવી.આ વીડિયોમાં હાર્દિકસિંહ પોતે જ ફાયરિંગ કર્યું હોવાનો દાવો કરી રહ્યો છે અને રાજદીપસિંહ જાડેજાને ખુલ્લી ધમકી પણ આપી રહ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં હાર્દિકસિંહ બેફામ વાણી વર્તન કરતા જોવા મળી રહ્યો છે, જેનાથી આ મામલો વધુ ગંભીર બન્યો છે. હાર્દિકસિંહ જાડેજા નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં સ્ટોરી મૂકી છે, જેમાં હાર્દિકસિંહ નામના વ્યક્તિએ ફાયરીંગ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઇન્સ્ટાગ્રામનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસ હાર્દિકસિંહના વીડિયોની ખરાઈ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર ગોંડલ પંથકમાં જૂની અદાવતનો મુદ્દો સપાટી પર લાવી દીધો છે. પોલીસની તપાસમાં હવે શું નવા ખુલાસા થાય છે અને હાર્દિકસિંહની આ મામલે શું ભૂમિકા છે તે જોવાનું રહેશે.
ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી ખૂલ્યા રહસ્યો અગાઉ, પેટ્રોલ પંપના કર્મચારી જાવેદભાઈ ખોખરે ગોંડલના જયરાજસિંહ ટેમુભાઈ જાડેજા પર શંકા વ્યક્ત કરી હતી. હવે આ નવી કડી સામે આવતાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસ દ્વારા હાર્દિકસિંહ જાડેજાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને તે સ્ટોરીની સચ્ચાઈ ચકાસવામાં આવી રહી છે. આ ઉપરાંત, પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે પણ આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.આ ઘટના ગોંડલના રાજકીય માહોલમાં વધુ તંગદિલી લાવી છે અને જૂની અદાવત ફરી એકવાર સપાટી પર આવી છે. પોલીસની તપાસમાં હવે શું નવા ખુલાસા થાય છે અને હાર્દિકસિંહ જાડેજાની આ મામલે શું ભૂમિકા છે તે જોવાનું રહેશે.