રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

VIDEO: અમદાવાદમાં શિક્ષકે વિદ્યાર્થીના વાળ ખેંચી માથું દીવાલ પછાડ્યું, સેકન્ડોમાં 10 લાફા મારનાર શિક્ષક સસ્પેન્ડ

03:12 PM Oct 01, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અમદાવાદમાં આવેલી માધવ પબ્લિક સ્કુલના શિક્ષકે એક વિદ્યાર્થીને ઢોરમાર માર માર્યાનો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારતા મારતા ક્લાસ વચ્ચે લાવીને તેનું માથું દીવાલ સાથે અથડાવીને બાદમાં તેને લાફા મારે છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. આ બનાવની જાણ થતાં જ DEOએ સ્કૂલને નોટીસ ફટકારી હતી અને આ મામલે સ્કુલ પાસે ખુલાસો પણ માંગ્યો છે. સ્કૂલે પણ આ ઘટના બાદ ગણિતના શિક્ષક અભિષેક પટેલને સસ્પેન્ડ કરી દીધો છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં આવેલી માધવ પબ્લિક સ્કુલના એક શિક્ષક દ્વારા કોઈ કારણોસર વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે શિક્ષક વિદ્યાર્થીના વાળ ખેચીને તેનું માથું દીવાલ સાથે અથડાવ્ય બાદ તેને એક પછી એક ૧૦ લાફા મારે છે અને ત્યાર બાદ વિધાર્થીને બીજી તરફ ધક્કો મારીને દુર કરે છે . ઘટનાની જાણ થતાં જ શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલને નોટીસ ફટકારીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલે સ્કુલના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે જે દિવસે ઘટના બની ત્યારે જ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ મામલે અન્ય એક અન્ય એક વિદ્યાર્થીના પિતા સામે પણ ફરિયાદ નોંધાઈ છે. સ્કૂલ તંત્રએ શિક્ષકને સસ્પેન્ડ કર્યા છે. ડીઈઓએ પણ વાયરલ વીડિયોને લઈને તપાસના આદેશ આપ્યા છે.

Tags :
Ahmedabadcctvgujaratgujarat newsMadhav Public Schoolstudent VIDEOTEACHER VIDEO
Advertisement
Next Article
Advertisement