વેરાવળમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, પાડોશી યુવાને જ એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપી લૂંટ કરી હતી
વેરાવળ શહેરમાં હુડકો સોસાયટી વિસ્તારમાં બાર દિવસ પહેલા થયેલા મહિલાનું શંકાસ્પદ મૃત્યુ મામલે મર્ડર થયેલા પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. જેમાં પાડોશી યુવકે મહિલા ને લૂંટના ઈરાદે મોતને ઘાટ ઉતારી હોવાનો ખુલાસો થતા પોલીસે આરોપીની અટક કરી વધુ તપાસ હાથ ધરતા હત્યારા આરોપીએ ચારેક માસ પુર્વે પણ તેના મિત્રની હત્યા કરી હોવાની ચોંકાવનારી કબૂલાત આપી છે. જેના પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વેરાવળમાં હુડકો સોસાયટી વિસ્તારમાં આવેલ માનવ રેસિડેન્સી રહેતા ભાવનાબેન ચાંદેગરા નામની મહિલાનું શંકાસ્પદ મોત થયેલ હતું. આ મહિલાના ઘરમાં ટેબલ પર ઇન્જેક્શન, હાથમાં સોઈનું નિશાન, ગાદલામાં લોહી, શરીર પરથી સોનાના દાગીના ગાયબ હતા. પોલીસે હત્યાની પુરી શક્યતા સાથે તપાસનો ધમધમાટ આદરેલી અને તપાસમાં મૃતકના ઘર નજીક જ રહેતો શ્યામ ચૌહાણ નામનો યુવક શંકાના દાયરામાં આવ્યા હતા અને મૃતક મહિલાના લૂંટલા સોનાના દાગીના ગીરવે મુકવા જતા પોલીસ ને કડી મળી હતી. એનેસ્થેસિયાનો ઓવર ડોઝ આપી મોતને ઘાટ ઉતારી મૃતક મહિલા ને થેલેસેમિયા નો ટેસ્ટ કરાવી આપવા બ્લડ સેમ્પલ લીધું હોવાનું પોલીસ ની તપાસમાં બહાર આવેલ છે તેમજ આ મહિલા ઉપરાંત ચાર માસ પૂર્વે એક યુવક ને પણ મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે હાલ હત્યારા યુવકને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી યુવક મેડીકલ લાઈન નો જાણકાર હોવાથી શાંતિપૂર્વક બંન્ને હત્યાને અંજામ આપી પોલીસ ને ગોથે ચડાવી હતી.
આ મામલે પોલીસે તપાસ વેગવાન બનાવી ડબલ મર્ડરના પુરાવા ઓ એકત્ર કરી કડીઓ જોડી રહી છે. સંભવત સોમવારે આ મામલે પોલીસ અધિકારી પત્રકાર પરિષદ કરી ડબલ મર્ડર ની સ્ટોરી પરથી પડદો ઊંચકશે તેવું જાણવા મળી રહે છે. આ સમાચાર પ્રસરી જતા શહેર અને પંથકમાં ચકચાર જાગી છે.