વેરાવળ એચ.ડી.એફ.સી બેંકના સ્ટાફે વરિષ્ઠ નાગરિક સાથે 20 લાખની છેતરપિંડી થતી અટકાવી
વેરાવળમાં એચડીએફસી બેન્ક ની બ્રાન્ચ ના સ્ટાફની જાગૃતતા એ એક વરિષ્ઠ નાગરિકના ખાતામાંથી રૂૂા.20 લાખની છેતરપિંડી થતી અટકાવી છે.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ એક વરિષ્ઠ નાગરિક ગ્રાહક એચડીએફસી બેન્કની વેરાવળ બ્રાન્ચ પર રૂૂા.20 લાખનું આરટીજીએસ ટ્રાન્ઝેક્શન કરાવવા આવ્યા હતા. ગ્રાહક ગભરાયેલો લાગી રહ્યો હોવાથી બ્રાન્ચના સ્ટાફ ને કંઈક અજુગતું લાગ્યું તેથી તેને અસામાન્ય પેમેન્ટ પેટર્ન મળી અને આટલું મોટું ટ્રાન્ઝેક્શન કરવા પાછળનું કારણ પૂછ્યું તેથી ગ્રાહકે પહેલાં તો કંઈ જણાવ્યું નહીં, પરંતુ બાદમાં વધુ પૂછપરછ કરતાં ગ્રાહકે વીડિયો કોલ નો ઉલ્લેખ કરતા બ્રાન્ચના સ્ટાફ ને શંકા ગઈ કે આ સાયબર છેતરપિંડી (ડિજિટલ એરેસ્ટ) નો કેસ છે. તેને તુરંત ગ્રાહક સાથે વાત કરી તેમને આવી છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી વિશે જાગૃત કર્યા હતા.
ગ્રાહકને આવેલા વીડિયો કોલ ના નંબરો બ્લોક કરવામાં મદદ કરી અને છેતરપિંડી કરનારાઓએ ડિજિટલ અરેસ્સની મોડસ ઓપરેન્ડી મારફત આ વરિષ્ઠ ગ્રાહક સમક્ષ પોતાને પોલીસ અધિકારી તરીકે રજૂ કરીને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ કહ્યુ હતું કે, તમારૂૂ ખાતું મની લોન્ડરિંગ માટે ઉપયોગમાં લેવાયુ હતું. અને કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. બાદમાં ગ્રાહક ને પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું કે, જો તમે નિર્દોષ હશો તો આ રકમ તમને પાછી મળશે. છેતરપિંડી કરનારાઓ વીડિયો કોલમાં પોલીસ કર્મીનો ડ્રેસ પહેરીને બેઠા હતા. તેમજ તેમની પાસે અરેસ્ટ વોરંટ પણ હતું.