ગોંડલના સુલતાનપુરમાં વીસી દ્વારા સહાય ફોર્મના નામે રૂા.100નું ઉઘરાણું
આપ નાં નેતા જીગીશાબેન પટેલ દ્વારા છેલ્લા કેટલાક સમય થી ગોંડલ પંથકમાં લોકોના પ્રશ્નો અંગે મુલાકાત લેવામાં આવી રહી હોય દરમિયાન સુલતાનપુરમાં ખેડૂત સહાયના ફોર્મ ભરતી વેળાએ વીસી દ્વારા રૂૂપિયા સોનું ઉઘરાણું કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદને લઈ તપાસ હાથ ધરાતા મામલો ગરમાયો હતો.
સુલતાનપુરમાં વીસી. ઓપરેટર દ્વારા ખેડૂતો પાસે થી રૂૂપિયા 100 ઉઘરાવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદને લઈ તેઓએ જણાવ્યું હતું કે વીસીને ગ્રામ પંચાયત મહિને 2000 રૂૂપિયા પગાર આપે છે આ ઉપરાંત સરકારમાંથી એક ફોર્મ દીઠ ₹12 થી લઈ ₹20 કમિશન આપવામાં આવતું હોય છે અને સુલતાનપુરમાં આશરે 2700 સહાય ફોર્મ ભરવાના છે જેનો હિસાબ કરીએ તો 15 દિવસમાં રૂૂપિયા 33, 400 રૂૂપિયા વીસીને મળે તેમ છે તેમ છતાં રિશી દ્વારા ₹100 ઉઘરાવી આશરે ₹2,70,000 નું ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે, અને 15 દિવસમાં તમામ ફોર્મ ભરવાની જવાબદારી પણ અપાય છે.પરંતુ સર્વર ડાઉન હોય છે ઘણીવાર ફોર્મ પણ ભરી શકાતા નથી તેથી ખેડૂતો સહાય મેળવવા લાંબી લાઈનો માં ઊભા રહે છે આજે સુલતાનપુર ગામે વીસી શિવમભાઈ દ્વારા ₹100 ફોર્મ દીઠ ઉઘરાવવામાં આવતા હોવાની ફરિયાદ હોય તપાસ કરતા ₹100 ઉઘરાવતા હતા અને તેઓએ આ વાત સ્વીકારી અત્યારે જ રૂૂપિયા 100 ઉઘરાવવાનું બંધ કરું છું.તેવું કહ્યુ હતુ.
તો બીજી બાજુ આ વેળા કેટલાક ગ્રામજનો એ કહ્યું હતું કે અમને સો રૂૂપિયા મંજૂર છે તમે ફોર્મ ભરવાનું કામ અટકાવશો નહીં.આ મામલે વાતાવરણ ઉગ્ર બનતા જીગીશાબેન પટેલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા તાજ વીજ હાથ ધરી હતી. જ્યારે જિગીશા પટેલ સુલતાનપુરમાંથી રવાના થયા બાદ ફરી સુલતાનપુરમાં રૂૂપિયા 100 નાં ઉઘરાણાં સાથે ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂૂ ગઈ થઈ હતી.એ આશ્ર્ચર્ય બાબત ગણાય.
