મહિલા સાથે 17 લાખની ઠગાઇ કરવાના ગુનામાં વલસાડનો આરોપી પકડાયો
આરોપીના ખાતામાં 10 લાખથી વધુ રકમ જમા થઇ હતી : બાતમીને આધારે સાયબર સેલની ટીમે આરોપીને પકડયો
1પ0 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ પાછળ રૃક્ષ્મણિ હાઈટસમાં રહેતાં નીશાબેન યશવંતભાઈ પેઢડીયા (ઉ.વ.39) સાથે શેર બજારમાં ઓનલાઈન રોકાણના નામે રૃા.17.44 લાખની ઠગાઈના કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે એક આરોપી હરિશ વેલજીભાઈ ભાનુશાલી (ઉ.વ.પ3, રહે. સન રેસીડેન્સી, કીકરલા ઉદવાડા, જી.વલસાડ)ને ઝડપી લઈ ગેંગના બીજા સભ્યોને ઝડપી લેવા કાર્યવાહી શરૂૂ કરી છે.વધુ વિગતો મુજબ,ફરિયાદી મહિલાએ પોતાના ઈન્સ્ટ્રાગ્રામ આઈ.ડી પર એક જાહેરાત જોઈ હતી.જેમા એક વોટ્સએપ ગ્રુપ લીંક આપેલ હતી જે વોટ્સએપ ગ્રુપ લીંકમાં ઓનલાઈન સ્ટોક માર્કેટ શીખવા માટેનુ ગ્રુપ હતુ જે ગુપમાં ફરીયાદી જોઈન થયેલ જેમા અલગ અલગ શેરબજારની ટીપ્સો આવતી હતી અને ઓનલાઈન સ્ટોક માર્કેટમા રોકાણ કરી ઉંચા પ્રોફીટની લાલચમા આવી અરજદાર પાસે કુલ રૂૂપીયા 17,44,000/- સામ વાળાના અલગ અલગ બેંક ખાતામાં નખાવી ઓનલાઈન છેતરપીંડી કરી કોઈ પ્રોફીટ કે મુળ રકમ પરત નહી મોકલાવી ફરિયાદી મહિલા સાથે વિશ્વાસઘાત, છેતરપીડીં કરી હતી.આ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી થઈ હતી.
જેના આધારે પી.આઈ. આર. જી. પઢીયાર, દેવેન્દ્રભાઈ બબરીયા,જયપાલસિંહ સોલંકી, પ્રુથ્વીરાજ સિંહ ચૌહાણ અને સ્ટાફે તપાસ આગળ ધપાવી અલગ અલગ મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ તથા દસ્તાવેજો અંગેની માહીતી મેળવવામા આવેલ જેમા આરોપી ઓએ ફરીયાદી પાસેથી મેળવેલ નાણા બેંક એકાઉન્ટમાં જમા થયેલ જે નાણાકીય ટ્રાન્ઝેક્શનની માહીતી મેળવી ટેક્નીકલ સોર્સીસ તથા અંગત બાતમીનાઆરોપી હરીશને ઝડપી લીધો હતો. સાયબર ક્રાઈમ પોલીસ ના સૂત્રોએ જણાવ્યું કે રાજકોટના ગુનામાં આરોપીના બેન્ક ખાતામાં 10 લાખથી વધુની રકમ જમા થઈ હતી.આરોપી હરીશ વિરૃધ્ધ લીલીયા પોલીસ મથકમાં વિશ્વાસઘાત, છેતરપિંડી અને નિગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ કેસ નોંધાયા છે.
રાજ્યમાં થયેલી 15થી 16 સાયબર ફ્રોડની અરજી માં આરોપીના બેંક ખાતાનો ઉપયોગ થયો’તો
પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે,એટલું જ નહીં અન્ય રાજયોમાં થયેલી 1પ થી 16 સાયબર ફ્રોડની અરજીમાં પણ આરોપીના બેન્ક ખાતાનો ઉપયોગ થયો હતો.આ ઉપરાંત ગત માર્ચ માસથી મે માસ દરમિયાન આરોપીના બેન્ક ખાતામાં 61 લાખના ટ્રાન્ઝેકશન પણ થયા હતા.આ સ્થિતિમાં આરોપી સાથે બીજા કયા-કયા આરોપીઓ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.