વડોદરા ગેંગ રેપના આરોપીઓ ઉપર કોર્ટ પરિસરમાં ટોળાંનો ટપલી દાવ
વડોદરા શહેરના ભાયલીમાં બનેલી સામુહિક દુષ્કર્મની ઘટના કેસમાં પોલીસે આજે તમામ પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં સરકારી વકીલે આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે આરોપીઓને કોર્ટરૂૂમમાંથી બહાર કાઢવામાં આવ્યા, ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ ટપલીદાવ કરતાં પોલીસને પણ પરસેવો વળી ગયો હતો. ત્રણેય નરાધામોને કોર્ટ લાવવામાં આવ્યા ત્યારે માહોલ ગરમ હોય પરિસ્થિતિ પામી ગયેલા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ 100થી વધુ પોલીસ સ્ટાફ કોર્ટ પરિસરમાં ખડકી દીધો હતો. કોર્ટમાં ગુસ્સે ભરાયેલા વકીલોએ આરોપીઓ ઉપર ટપલીદાવ રમી લીધો હતો.
ગત 4 ઑક્ટોબરની રાતે એક સગીરા તેના મિત્ર સાથે ભાયલીમાં અવાવરું સ્થળે બેઠા હતા. આ સમયે બે બાઈક પર પાંચ ઈસમો ત્યાં આવી પહોંચ્યા હતા. જ્યાં મુન્ના બંજારા, મુમતાજ ઉર્ફે આફતાબ બંજારા અને શાહરૂૂખ બંજારા નામના આરોપીઓએ બોયફ્રેન્ડને બંધક બનાવીને સગીરા પર વારાફરતી દુષ્કર્મ આચરીને ફરાર થઈ ગયા હતા.
આ ઘટના અંગે સગીરાની માતાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચના 65 જવાનોની ટીમે 1100 જેટલા ઈઈઝટ ફૂટેજ ચકાસ્યા હતા. સગીરાનો ફોન લૂંટીને ફરાર થઈ ગયેલા આરોપીએ 15 સેક્ધડ માટે ફોન ઑન કર્યો, જેના આધારે પોલીસ નરધમો સુધી પહોંચી શકી. આખરે જઘન્ય કાંડના 48 કલાક બાદ આરોપીઓ ઝડપાઈ ગયા હતા.
હાલ તો પોલીસે આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. આજે તપાસ ટીમે પીડીતા પાસે મામલતદાર સમક્ષ આરોપીઓની ઓળખ પરેટ કરાવી હતી. જે બાદ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જેની સામે કોર્ટે 5 આરોપીઓના 10 ઓક્ટોબર એટલે કે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.